Weight Gain Causes: ઓફિસમાં જ તમારા દ્વારા આવી ઘણી બધી ભૂલો થાય છે જેને તમે દરરોજ પુનરાવર્તન કરો છો અને તેના કારણે તમારું વજન ફરી-ફરીને વધી જાય છે.
કોરોનાના કેસ ઓછા થયા બાદ ફરી એકવાર જનજીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. આ દરમિયાન ઘણી ઓફિસો પણ ખુલી છે. જેના કારણે લોકોનું એ જ ભાગદોડભર્યું જનજીવન પાછું આવ્યું છે. ઓફિસમાં સતત કામના દબાણને કારણે લોકો કલાકો સુધી બેસી રહેવા લાગ્યા છે. આ જ કારણ છે કે લોકો ફરી એકવાર સ્થૂળતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે માત્ર ઓફિસમાં બેસી રહેવાની તમારી આદતને કારણે તમે માત્ર તમારી સ્થૂળતા જ નથી વધારી રહ્યા, પરંતુ ઓફિસમાં તમારી ઘણી એવી ભૂલો છે જે તમે દરરોજ દોહરાવો છો અને તેના કારણે તમારું વજન ફરી એકવાર વધી રહ્યું છે. આવો જાણીએ તે ભૂલો વિશે જે તમે ઓફિસમાં રોજ રિપીટ કરો છો.
કામના કારણે નિયત સમયે લંચ ન કરવું
ઘણી વખત ઓફિસમાં કામના કારણે તમે લંચ લેવાનું ભૂલી જાઓ છો અથવા તો મોડું કરો છો. આ જ કારણ છે કે તમારું વજન વધે છે ઘટતું નથી. ઓફિસમાં કામ કરતા લોકો લંચનો સમય નક્કી કરી શકતા નથી, આ ભૂલ પણ વજન વધારવા માટે જવાબદાર છે.
ઝડપથી જમવું
કામના દબાણને કારણે અથવા ઓછા સમયના કારણે ઓફિસમાં કામ કરનાર વ્યક્તિ ઉતાવળમાં ખોરાક ખાય છે. આ જ કારણ છે કે તેનું વજન વધે છે. તમને જણાવી દઈએ કે તમે ઉતાવળમાં ખોરાક ખાઈ રહ્યા છો, જેનાથી તમારું પેટ તો ભરાઈ જાય છે, પરંતુ ખોરાકને યોગ્ય રીતે ન ચાવવાને કારણે પાચનની સમસ્યા થાય છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે. તેથી, ખોરાકને સમય આપો, તેને યોગ્ય રીતે ચાવીને ખાઓ.
બોડીને સૂર્યપ્રકાશ ન મળવો
આજકાલ લોકો ભાગદોડની જિંદગીમાં શરીરને સૂર્યપ્રકાશ એટલે કે વિટામિન ડી આપવાનું ભૂલી ગયા છે. લોકો સવારે વહેલા ઓફિસ જવા નીકળી જાય છે અને મોડી રાત્રે આવે છે. જેના કારણે આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં નથી આવી શકતું. એટલા માટે દરરોજ સૂર્યપ્રકાશ ઓછામાં ઓછો એકવાર શરીરને આપવો જોઇએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.