Weight Loss:જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઇએ.જો કે કેટલાક એવા પણ ફળો છે, જે વજન ઉતારવાના બદલે વધારે છે. આ બધા જ ફળો હેલ્થી છે પરંતુ વન ઘટાડવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે.


કેરીને ફળનો રાજા કહેવાય છે. જેનો સ્વાદ સૌ કોઇને પસંદ હોય છે પરંતુ જો આપ વજન ઉતારવા માંગતા હો તો કેરીનું સેવન ન કરવું જોઇએ. કેરીમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે, જે વેઇટ લોસના પ્લાનમાં અવરોધ ઉભા કરે છે.


પાઇનેપલ ખૂબ જ મીઠું ફળ છે અને તેમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે. વજન ઉતારવા માંગતો હો તો અનાસને અવોઇડ કરવું જોઇએ.


વજન ઘટાડવા ઇચ્છતાં હો તો હાઇ કેલેરીવાળા ફળો ન ખાવા જોઇએ. અવોકેડોમાં પણ હાઇકેલેરી હોય છે. તે હેલ્ધી ફેટનો સારો સોર્સ છે. તેથી સિમિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઇએ.


અંગૂર શુગર અને ફેટથી ભરપૂર છે. 100 ગ્રામ અંગુરમાં 67 કેલેરી અને  16 ગ્રામ શુગર હોય છે. આ કારણે અંગુર ખાવાથી વજન ઘટવાના બદલે વધે છે. શુગર અને ફેટથી ભરપૂર ફળોને ડાયટમાંથી દૂર કરવા જોઇએ.


કેળા સુપર હેલ્ધી ફ્રૂટ છે પરંતુ જો આપ વધુ માત્રામાં કેળા લેશો તો વજન ઘટાડવાનો પ્લાન ચૌપટ થઇ જશે. કેળામાં ભરપૂર કેલેરી અને શુગર હોય છે. એક કેળામાં 150 કેલેરી  હોય છે. આ સ્થિતિમાં આપ 2-3 કેળાં ખાવ છો તો વજન વધવાની શકયતા વધી જાય છે.



  • લાંબા કાળા વાળ માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ
    લાંબા વાળ મહિલાની સુંદરતાની ઓળખ છે

  • લાંબા સુંદર વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે

  • વિટામિન ‘ઇ’ વાળને લાંબા અને હેલ્થી બનાવે છે

  • વિટામિન ‘ઇ’ માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ

  • બદામ, પાલક,સુરજમુખી બીજ, એવોકાડો

  • આ તમામ ફૂડ વાળની સુંદરતામાં વધારો કરે છે

  • વિટામિન ‘ડી’ વાળના ગ્રોથ માટે ઉત્તમ છે

  • સોયા મિલ્ક,મશરૂમ વિટામિન ‘ડી’નો સારો સ્ત્રોત 

  • ખરતાં વાળની સમસ્યામાં લીલા શાકભાજીનું કરો સેવન 

  • કેળા, ગાજર શક્કરિયા, પાલકને ડાયટમાં કરો સામેલ

  • વિટામિન ‘C’ વાળોના ગ્રોથ માટે ઉત્તમ છે

  •  સંતરા સહિતના ખાટા ફળોને કરો ડાયટમાં સામેલ 


Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.