Health Tips:માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય માટે ગાઢ નિંદ્રા જરૂરી છે. ઊંઘ પુરી ન થવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. માનસિક તેમજ શારિરીક બંને પ્રકારનું સ્વાસ્થ્ય લથડે છે. અનિંદ્રાના કારણે કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે.


અનિંદ્રાની સમસ્યાના કારણે સ્વભાવ ચીડિયો થઇ જાય છે. તો આપ પણ  અનિંદ્રાની સમસ્યાથી પીડિત હો તો કેટલાક સામાન્ય ઘરેલુ નુસખા અપનાવીને આપ ગાઢ નિંદ્રા માણી શકો છો.


દૂધ- સારી ઊંઘ માણવા માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઇએ. દૂધમાં Tryptophan અને serotonin  હોય છે. જેનાથી રાત્રે સારી ઊંઘ આવે છે. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાથી પણ તણાવ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે.


ચેરી- ચેરીમાં સારો મેલાટોનિન  હોય છે. જેમાં શરીરના આંતરિક ચક્રને નિયમિત કરવાની ક્ષમતા છે. એક્સપર્ટની માનીએ તો સૂતા પહેલા એક મુઠ્ઠી ચેરી ખાવાથી સારી ઊંઘ આવે છે. આપ ચેરીનું જ્યુસ પણ પી શકો છો.


કેળા- રાત્રે કેળા ખાવાથી સારી ઊંઘ આવે છે. કેળામાં મોજૂદ પોષકતત્વો માંસપેશીઓને તણાવમુક્ત કરે છે. કેળામાં મોજૂદ મેગ્નેશ્યિમ  અને પોટેશિયમથી સારી ઊંઘ આવે છે. કેળામાં વિટામીન બી6 સારી માત્રામાં હોય છે. જે ઊંઘ સાથે જોડાયેલા હોર્મોન્સ એક્ટિવ થઇ જાય છે.


બદામ- બદામમાં મેગ્નશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ઊંઘ સારી આવી છે અને માંસપેશીમાં આવતું ખેંચાણ ઓછું થાય છે. બદામ ખાવાથી ગાઢ માત્રામાં ઊંઘ મળે છે.


હર્બલ ચાય- જો આપને અનિંદ્રાની સમસ્યા હોય તો આપને કેફિન આલ્કોહોલથી પરહેઝ કરવું જોઇએ. જો કે આપ રાત્ર હર્બલ ચાય પીવો તો તેનાથી સારી ઊંઘ આવશે. આ ઉપરાંત સારી ઊંધ માટે મેડિટેશન પણ કારગર છે. રાત્રે હળવું સંગીત સાંભળવાથી પણ સારી ઊંધ આવે છે.  ઊંઘ માટે શાંતિ અને સ્વચ્છ, શીતળતા જરૂરી છે. જો બેડરૂમ સાફ સુધરો હોય, વાતાવરણમાં શાંતિ અને ઠંડક હોય તો ગાઢ નિંદ્રાને માણી શકાય છે.