Health:હાલ  હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, ડૉક્ટર દર્દીને પહેલો પ્રશ્ન પણ પૂછે છે કે, હાર્ટ એટેક પહેલા તમને કયા લક્ષણો દેખાયા હતા? અથવા તમને શું લાગ્યું. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, મહિલાઓ અને પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો એકબીજાથી તદ્દન અલગ હોય છે. એટલા માટે તેના લક્ષણો જોઈને ક્યારેય મૂંઝવણમાં ન આવવું. આજે આપણે વાત કરીશું કે પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો શું છે.


પુરુષો અને સ્ત્રીઓના હૃદયની રચના એકબીજાથી અલગ હોય છે.


સ્ત્રીઓના ફેફસાં, મગજ અને સ્નાયુઓમાંથી દરેક નાની-નાની વસ્તુઓનું બંધારણ પુરુષો કરતાં અલગ હોય છે. અથવા આપણે એમ કહી શકીએ કે સ્ત્રીઓ અને પુરુષોની શારીરિક રચના એકબીજાથી અલગ છે. તો સ્વાભાવિક છે કે હૃદયની રચના અને તેની કામ કરવાની રીતમાં થોડો ફરક હશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, મહિલાનું હૃદય નાનું હોય છે અને લોહીની નળીઓ સાંકડી હોય છે. તો  પુરુષોનું હૃદય મોટું અને મોટી રક્તવાહિનીઓ હોય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં હૃદય રોગ અલગ રીતે થઈ શકે છે.


કોઈપણ વ્યક્તિને હૃદયરોગનો હુમલો ત્યારે આવે છે જ્યારે ધમનીઓની દિવાલોની અંદર કોલેસ્ટ્રોલ પ્લેક જમા થવા લાગે છે. આ રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. પુરુષોમાં, પ્લેક સામાન્ય રીતે સૌથી મોટી ધમનીઓ પર સંચિત થાય છે, જે હૃદય સુધી લોહી વહન કરે છે. આ પ્લોક  સ્ત્રીઓની સૌથી નાની રક્તવાહિનીઓમાં જમા થાય છે. તેથી જ બંનેની હાર્ટ એટેકની  રીત અલગ-અલગ હોય છે.


પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો



  • અચાનક અતિશય પરસેવો

  • છાતીમાં  દુખાવો થવો

  • ગળું અને જડબામાં દુખાવો થવો

  • હાંફ ચઢવી

  • હાર્ટબર્ન અને ધબકારા


સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો



  • ખાટા ઓડકાર આવા

  • તણાવ અને ચિંતા

  • ઉબકા

  • અપચો

  • શ્વાસ લેવામાં તકલીફ

  •  ઝડપથી થાકી જવું

  • ચક્કર આવવા

  • અનિંદ્રાની સમસ્યા


જો તમને આવા કોઈ લક્ષણો દેખાય તો વિલંબ કર્યાં વિના  ડૉક્ટરનો સંપર્ક કરો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો