Diabetes Control : ખરાબ લાઈફસ્ટાઈલના કારણે સમગ્ર વિશ્વમાં  ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે  ડાયાબિટીસના દર્દીઓએ તેમના ડાયટનું ખાસ ધ્યાન રાખવું પડે છે.  તેમણે ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચો હોય તેવો ખોરાક લેવો જોઈએ. સમયસર દવાઓ લેવી અને કસરત કરવી જરૂરી છે.   એક્સપર્ટ મુજબ રોજ ઓછામાં ઓછી 30 મિનિટ વોક અને હેલ્ધી ડાયટ લેવામાં આવે તો ડાયાબિટીસના ખતરાને ટાળી શકાય છે.  ડાયાબિટીસના દર્દીઓને હંમેશા શું ખાવું અને શું ન ખાવું તે અંગે દ્વિધા અનુભવે છે. ચિંતાની વાત તો એ છે કે દિવસેને દિવસે ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેમાંથી એક આપણી ખરાબ લાઇફ સ્ટાઇલ છે. ખરાબ લાઇફ સ્ટાઇલની અસર હેલ્થ અને સ્કિન પર વઘારે થાય છે. આ માટે લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવા ખૂબ જરૂરી છે. 


શું ખાવુ જોઈએ ?


તુવેર અને ચણાની દાળ, કારેલાં, પરવળ, દૂધી, તૂરિયા, ટામેટાં, ખીરા કાકડી, લીલાં મરચાં, પાલક, ડુંગળી, લસણ, લીંબુ, મેથી, સરગવો વગેરે શાક ખાવા જોઈએ. આમળા, જાંબુ તથા જાંબુના ઠળિયાનું ચૂર્ણ, મેથીદાણાનું પાણી, દરરોજ કડવા લીમડાના કુમળા પાન ચાવીને ખાવા જોઈએ. પપૈયું, જામફળ જેવા ફળ ઓછાં પ્રમાણમાં ખાઈ શકાય. ફીકું દૂધ, છાશ,  રસવાળા ફળોનું સેવન જમ્યા પછી 15  મિનિટ સુધી તથા દરરજો 4 કિલોમીટર વોક કરવુ જોઈએ. 


શું ન ખાવુ જોઈએ ?


ભાત, દહીં, મોસંબી, કેળા, દાડમ, શેરડીનો રસ, અંજીર, સફરજન, ચીકુ, ખાંડ, ગોળ, સાકર, બટેટા ખાવાથી ડાયાબિટીસ વધે છે. આલ્કોહોલ અને તમાકુથી પણ દૂર રહેવું જોઈએ.  વધુ સમય સુધી બેસી ન રહેવું જોઈએ.  


વારંવાર બ્લડ શુગર વધવાથી ડાયાબિટીસના દર્દીઓને અનેક સમસ્યાઓ આવી શકે છે. જેમ કે હાર્ટથી લઇને કિડીની ફેલ્યોર, આંખોની રોશની ખતમ થવી. અમુક ફૂડ બ્લડ શુગર લેવલ વધારે છે, તો અમુક તેને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. 


ડાયાબિટીસના લક્ષણો


- વધારે તરસ લાગવી


- રેગ્યુલર કરતા વારંવાર પેશાબ લાગવી, ખાસ કરીને રાતના સમયે આવું વધારે થાય છે.


- સતત થાક રહેવો


- વજન ઘટવું અને માંસપેશીઓનું પ્રમાણ ઘટવું


- નબળી દ્રષ્ટિ 


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial