WhatsApp Payment Feature : વ્હોટસએપએ અપડેટ કર્યું આ નવું ફીચર્સ, જાણો યુઝર્સને વધુ કઇ મળશે સુવિધા

WhatsApp Payment Feature : વોટ્સએપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતમાં વોટ્સએપના 500 મિલિયન યુઝર્સ છે, પરંતુ માત્ર 100 મિલિયન યુઝર્સ જ WhatsApp પેનો ઉપયોગ કરે છે.

Continues below advertisement

WhatsApp Payment Feature : તાજેતરમાં મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp પર એક નવું અપડેટ આવ્યું છે, જેના પછી WhatsApp યુઝર્સ UPI એપ્લિકેશન, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગનો ઉપયોગ કરીને ઑનલાઇન ચુકવણી કરી શકશે.

Continues below advertisement

ટેક નિષ્ણાતોના મતે, WhatsAppના આ અપડેટનો હેતુ યુઝર્સને WhatsApp દ્વારા ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વોટ્સએપે એક બ્લોગ પોસ્ટમાં આ અંગેની માહિતી આપી હતી. ચાલો જાણીએ WhatsAppના આ નવા ફીચર વિશે.

WhatsAppનું પેમેન્ટ ફીચર્સ

વોટ્સએપ દ્વારા બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અમે તમારા માટે એક એવું ફીચર લાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે ચેટ કરતી વખતે સરળતાથી ખરીદી કરી શકશો. આજથી, ભારતમાં લોકો તેમના કાર્ટમાં વસ્તુઓ ઉમેરી શકે છે અને ભારતમાં ચાલતી તમામ UPI એપ્સ દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જેવી તેમની કોઈપણ પસંદગીની પદ્ધતિથી ચૂકવણી કરી શકે છે.

WhatsAppના બ્લોગમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કોઇ પણ વસ્તુનું પેમેન્ટ કરવું મેસેજ મોકલવા જેટલું સરળ બનાવવા જેટલુ સરળ બનાવવા માટે  WhatsApp Razorpay અને PayU સાથે પાર્ટનરશિપ કરીને ખુશ છે.UPI એપમાં હવે Google Pay, PhonePe, Paytm અને ઘણું બઘુ સામેલ છે. પહેલા યુઝર્સ આ એપ્સ દ્વારા વોટ્સએપ પર પેમેન્ટ કરી શકતા હતા, પરંતુ વોટ્સએપની બહાર રીડાયરેક્ટ થયા પછી જ, પરંતુ હવે આવું કરવાની જરૂર રહેશે નહીં.                                                                          

100 મિલિયન યુઝર્સે WhatsApp પેમેન્ટ ફીચરનો કરે છે  ઉપયોગ

વોટ્સએપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતમાં વોટ્સએપના 500 મિલિયન યુઝર્સ છે, પરંતુ માત્ર 100 મિલિયન યુઝર્સ જ WhatsApp પેનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં વોટ્સએપે આ મોટા ફેરફાર માટે એક નવું ફીચર ઉમેર્યું છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી WhatsApp એન્ડ ટુ એન્ડ શોપિંગ Jio માર્ટ અને ચેન્નાઈ અને બેંગ્લોર મેટ્રો સિસ્ટમમાં ઉપલબ્ધ હતું. આવી સ્થિતિમાં વોટ્સએપનું નવું ફીચર પેમેન્ટ માટે વધુ વિકલ્પો ઉમેરવાની સુવિધા આપશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Continues below advertisement
Sponsored Links by Taboola