Rice Health Benefits: મોટાભાગના ભારતીયોનું ભાત ફેવરિટ ફૂડ છે. પરંતુ શું તમે જાણો છો કે ભાત ખાવાનો યોગ્ય સમય કયો છે?


ભારતના લોકો દિવસમાં  એક વખત તો અચૂક ચોખા રાંધે છે.  ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ભાત ન રાંધતા હોય. ભારતીય ઘરોમાં, ચોખાનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નહીં પરંતુ ઘણી ધાર્મિક પૂજાઓ અને કાર્યક્રમોમાં પણ થાય છે. ચોખામાંથી અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે.તમારા સ્વાસ્થ્ય માટે, અમે તમને જણાવીએ કે ચોખા સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આમાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે. તેની સાથે તેમાં મેગ્નેશિયમ સોડિયમ, આયર્ન, વિટામિન્સ અને ફાઈબર પણ હોય છે.


ચોખા વેઇટ વઘારતું હોવાની માન્યતા


ઘણા લોકો એવું માને છે કે, ચોખા વેઇટ વઘારે છે. પરંતુ તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે  ચોખાથી કોલેસ્ટ્રોલ પણ નથી વધતું. જો કોઇ પણ ફૂડને યોગ્ય સમયે અને માત્રામાં ખાવામાં આવે તો ચોક્કસ તેના ગુણોનો લાભ લઇ શકાય છે.


ભાત ખાવાનો યોગ્ય સમય કયો છે?


ભાત ખાવાને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો હોય છે. કેટલાક લોકોનું માનવું છે કે, ભાત રાત્રે બિલકુલ ન ખાવા જોઈએ. તેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે જો તમે પાતળા છો તો ભાત છોડી દો, આવું કરવું બિલકુલ ખોટું છે. જો તમે ચોખાને સંપૂર્ણપણે છોડી દો, તો બ્લડ સુગરનું સ્તર વધી શકે છે. ભાત ખાવામાં કોઈ વાંધો નથી, પરંતુ ખોટા સમયે ભાત ખાવામાં સમસ્યા  થાય છે.


ચોખા ખાવાનો સૌથી યોગ્ય સમય ક્યો છે


જો તમે દિવસ દરમિયાન ભાત ખાશો તો તમારું શરીર તેને સરળતાથી પચાવી  જશે. સાથે જ તેમાં રહેલા પોષક તત્વો શરીરને ફાયદો કરે છે. ઉપરાંત, તેનું કાર્બોહાઇડ્રેટ્સ સમગ્ર દિવસ દરમિયાન શરીરને ઊર્જા પ્રદાન કરે છે. રાત્રે અથવા સાંજના સમયે ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ ખોરાક ન લો. આનાથી પેટ વધવાની  સમસ્યા રહે છે.


ચોખા ખાવાના ફાયદા


જો તમે રોજ ભાત ખાઓ છો તો તેમાં હાજર કાર્બોહાઈડ્રેટ તમને દિવસભર એનર્જી અને શક્તિ આપે છે. આ સાથે, તમને ક્યારેય શૌચ સંબંધી કોઈ સમસ્યા નહીં થાય, તમારું પેટ ખૂબ સારું રહેશે. ચોખામાં રહેલું ફાઈબર પાચનને દુરસ્ત રાખે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો