Shrawan 2024: પવિત્ર શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે. શિવભક્તો આ આખો માસ ઉપવાસ કરે છે અને શિવ અભિષેક, રૂદ્રાભિષેક, સહિત નિયમિત શિવ પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે વ્રત સાથે મહાદેવને જલાભિષેક કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનાની શરૂઆત કૃષ્ણ પક્ષની  એકમથી શરૂ થાય છે. 5 ઓગસ્ટ  સોમવારથી આ વર્ષે મહાદેવનો પાવન માસ શ્રાવણ શરૂ થઇ રહ્યો છે. સોમવાર મહાદેવને સમર્પિત હોવાથી શ્રાવણની શરૂઆત પણ 22 જુલાઇ સોમવારથી થતી હોવાથી એક એક દુર્લભ સંયોગ મનાઇ રહ્યો છે. આ વર્ષે શ્રાવણ માસ સોમવારથી શરૂ થશે અને સોમવારે જ પૂર્ણ થશે,   5 ઓગસ્ટ એ શ્રાવણ માસની શરૂઆત થશે. તેનું  3 સમ્ટેમ્બરે  સમાપન થશે.                                     


આ વર્ષે શ્રાવણમાંસમાં રચાઇ રહ્યો છે  શુભંગ સંયોગ


આ વર્ષે શ્રાવણ મહિનો સોમવારથી જ શરૂ થશે. એ મોટો શુભંગ સંયોગ છે. પૂર્ણ પણ સોમવારે જ થશે. આ વર્ષે શ્રાવણના મહિનામાં 5 સોમવારે  આવશે. પહેલો સોમવાર  5 ઓગસ્ટ , બીજો સોમવાર12 ઓગસ્ટ, ત્રીજો સોમવાર 19 ઓગસ્ટ અને ચોથો સમોવાર   26 ઓગસ્ટ અને પાંચમો સોમવાર  2 સપ્ટેમ્બરે  આવશે. જે દિવસ શ્રાવણ માસની શરૂઆત થશે તે દિવસે જ  પ્રીતિ, આયુષ્માન યોગની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે.  જે ખૂબ જ શુભ સંયોગ મનાય છે. આ શુભ યોગમાં ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. અનેક ગણુ ફળ પ્રાપ્ત થશે.