આપ જમતાં-જમતાં કેટલીક ભૂલો કરો છો તો આ બાબત પણ સ્વાસ્થ્ય પર વિપરિત અસર પાડે છે. ખૂબ ચાવીને ન ખાતા હો તો આપને અપચ અને વેઇટ ગેઇન અને ગેસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
આવી જ રીતે જો આપની જમતાં જમતા પાણી પીવાની આદત હોય તો આ ટેવ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જમતાં-જમતા પાણી પીવાથી આપને શું નુકસાન થાય છે. જાણીએ.
પાણી શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પીવું જોઇએ પરંતુ ખાવા સાથે પાણી પીવું હિતાવહ નથી. એ આદત ડાઇજેશનને નુકસાન પહોચાડે છે.
હેલ્થ એક્સ્પર્ટ માને છે કે જમ્યાંને તરત બાદ ક્યારેય પાણી ન પીવું જોઇએ. ભોજનને સારી રીતે પચાવવા માટે જમ્યાના અડધા કલાક બાદ જ પાણી પીવું જોઇએ.
આપણે જમતી વખતે પાણી કેમ ન પીવું જોઈએ, આ માટે પહેલા આપણે ડાયટ પ્રોસેસને સમજવી પડશે. વાસ્તવમાં, ખોરાક મોંમાં પ્રવેશતાની સાથે જ તમે તેને ચાવવાનું શરૂ કરો છો અને પછી તમારી ગ્રંથીઓ લાળ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આપણી લાળમાં ઉત્સેચકો હોય છે જે ખોરાકને તોડી નાખે છે. આ પછી આ ઉત્સેચકો પેટમાં એસિડિક ગેસ્ટ્રિક જ્યુસ સાથે ભળી જાય છે અને જાડા પ્રવાહી બનવાનું શરૂ કરે છે. આ પ્રવાહી નાના આંતરડામાંથી પસાર થાય છે અને પોષક તત્વોને શોષવાનું શરૂ કરે છે.
આ માન્યતા ઘણા લોકોમાં ફેલાયેલી છે કે પાણી પીવાથી પેટમાં એસિડ અને પાચન ઉત્સેચકો પાતળું થાય છે, જેનાથી પાચન સરળ બને છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. તેનાથી વિપરીત, જમતી વખતે પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં સમસ્યા થાય છે. આનો બીજો ગેરલાભ એ છે કે તમારું પેટ બહાર આવવા લાગે છે અને ધીમે-ધીમે તમને ચરબી મળવા લાગે છે, જેના કારણે બોડી શેપ બગડી જાય છે..
સરળ ભાષામાં સમજીએ તો જમતાં જમતાં પાણી પીવાથી આ પાચનની પ્રોસેસ અવરોધાય છે અને પાચન સારી રીતે અને ઝડપતી નથી થતું. આ કારણે જ જમતી વખતે વચ્ચે પાણી ન પીવું જોઇએ.