Cancer : કેન્સર માટે પોઝિટિવ ટેસ્ટ કર્યા પછી, પાંચમાંથી ત્રણ દર્દી જીવનની લડાઈ હારી જાય છે. ધ લેન્સેટ રિજનલ હેલ્થ સાઉથ ઈસ્ટ એશિયા જર્નલમાં પ્રકાશિત થયેલો અહેવાલ તમારા હોશ ઉડાવી દેશે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર પાંચમાંથી ત્રણ દર્દી કેન્સરની સારવાર બાદ જીવ ગુમાવે છે. આમાં મહિલાઓની હાલત વધુ ખરાબ છે.


આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકામાં મૃત્યુનું પ્રમાણ 4 માં લગભગ 1 હતું, જ્યારે ચીનમાં તે બેમાંથી એક છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેન્સરના મામલે ભારત ચીન અને અમેરિકા પછી ત્રીજા ક્રમે છે. વિશ્વભરમાં કેન્સરથી થતા 10% થી વધુ મૃત્યુ માત્ર ભારતમાં જ થાય છે, જે ચીન પછી બીજા ક્રમે છે.                                                                                                                     


ભારતમાં કેન્સર


સંશોધકોના મતે, આગામી બે દાયકામાં ભારતને કેન્સરના વધુ કેસ અને તેનાથી થતા મૃત્યુનો સામનો કરવો પડી શકે છે. ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી 2022 અને ગ્લોબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી ડેટાબેઝનો ઉપયોગ કરીને, સંશોધકોએ છેલ્લા 20 વર્ષમાં ભારતમાં વિવિધ વય જૂથો અને લિંગ જૂથોમાં 36 પ્રકારના કેન્સરની તપાસ કરી. જે દર્શાવે છે કે પુરુષો અને સ્ત્રીઓ બંનેને અસર કરતા 5 સૌથી સામાન્ય કેન્સર 44% કેસોમાં કારણભૂત પરિબળો છે.


ભારતમાં મહિલાઓને કેન્સરનું જોખમ વધારે છે, કારણ કે સ્તન કેન્સર સૌથી ખતરનાક બની રહ્યું છે. તે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં કેન્સરના નવા કેસોમાં 13.8% હિસ્સો ધરાવે છે, જ્યારે ગર્ભાશયનું કેન્સર ત્રીજું સૌથી મોટું પરિબળ છે, જે 9.2% માટે જવાબદાર છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો