Winter Care Tips: હાર્ટ અટેકથી મૃત્યુનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.  એક દાયકા પહેલા સુધી હાર્ટ એટેકને વધતી ઉંમરની સમસ્યા માનવામાં આવતી હતી, જો કે હવે 40 વર્ષની વયના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સાંભળવા મળી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જીવનશૈલી અનિયમિત અને અનહેલ્ધી આહારશૈલી પણ  આ સ્થિતિ માટે જવાબદાર છે. તો ઘણા અંશે  હવામાન પણ જવાબદાક છે. ખાસ કરીને ઠંડીની  ઋતુમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. લોકોએ આ બાબતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.


શિયાળાની ઋતુ આમ તો હેલ્થ બનાવવા માટે ઉત્તમ ઋતુ મનાય છે. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે, આ સિઝનમાં હાર્ટ એટેક પણ વધુ આવે છે. માત્ર શ્વસન સંબંધી રોગો અને વાયરસનો પ્રકોપ જ નહીં, શિયાળાની ઋતુ હૃદયના દર્દીઓ માટે પણ પડકારરૂપ બની શકે છે.


શિયાળા દરમિયાન હૃદય રોગનું વધુ જોખમ કેમ?


 એવું માનવામાં આવે છે કે ઋતુઓ સાથે શરીરના તાપમાનમાં ફેરફારની અસર હૃદય પર પડે છે. કેટલાક અભ્યાસોએ સૂચવ્યું છે કે, શિયાળા દરમિયાન, સ્ટ્રોક, હાર્ટ ફેઇલની,  સમસ્યાઓનું જોખમ પણ વધુ હોય છે.આ મુખ્ય કારણ હોઈ શકે છે.ડોક્ટર્સનું કહેવું છે કે શિયાળાની ઋતુમાં શરીરની સાયફેટિક નર્વસ સિસ્ટમની સક્રિયતા વધી જાય છે, જેના કારણે રક્તવાહિનીઓનું સંકોચન પણ વધી જાય છે. આ સ્થિતિને વેસોકોન્સ્ટ્રક્શન તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં, બ્લડ પ્રેશર વધવા લાગે છે જેના કારણે શરીરના જુદા જુદા ભાગોમાં લોહી પંપ કરવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે.વધુમાં, ઠંડા હવામાન દરમિયાન બહારનું તાપમાન, શરીર માટે ગરમી જાળવી રાખવાનું મુશ્કેલ બનાવે છે, કેટલાક કિસ્સાઓમાં હાયપોથર્મિયા તરફ દોરી શકે છે, જે હૃદયની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. આ બધી પરિસ્થિતિઓ હાર્ટ એટેકનું કારણ બને છે.


આવા લોકો વધુ જોખમમાં હોય છે


 શિયાળા દરમિયાન જ્યારે તાપમાનમાં ઘટાડો થાય છે, ત્યારે શરીરને પોતાની ગરમીને નિયંત્રિત કરવા માટે બમણી મહેનત કરવી પડે છે. જે લોકોને પહેલાથી જ હ્રદયરોગની સમસ્યા હોય અથવા જેમને પહેલા હાર્ટ એટેક આવ્યો હોય તેમણે આવા હવામાનમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. શિયાળાની ઋતુમાં શરીરને ઓક્સિજનની જરૂરિયાત પણ વધી જાય છે. હૃદયને પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે.


હાર્ટ એટેકથી કેવી રીતે બચવું


હાલ યંગસ્ટર્સમાં પણ હાર્ટ એટેકનો ખતરો જોવા મળી રહ્યો છે, તેથી દરેક ઉંમરના લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમને હાર્ટ એટેકનું જોખમ વધારે હોય, તો શરીરને બચાવવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરો. ઠંડી સામે અને શરીરનું  તાપમાન જાળવી રાખો. શિયાળાની ઋતુમાં શરીરને સક્રિય રાખો, શિયાળામાં વધુ ઠંડીમાં મોર્નિંગ વોક કરવાનું ટાળો તેના બદલે  ઘરમાં હળવી કસરત કરવી વધુ સારી છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને કસરત તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે