દૂધએ કેલ્શિયમનું પાવરહાઉસ છે. જે લોકો તેને પી મોટા થયા છે, તેઓ તેના મુખ્ય સ્વાસ્થ્ય લાભોની પુષ્ટી કરી શકે છે. ખાસ કરીને હાડકાં અને સાંધાઓ માટે દૂધ ખૂબ જ ફાયદાકારક છે. દૂધ પ્રોટીનનું પાવરહાઉસ છે.  જેમાં તમામ જરુરી એમિનો એસિડ હોય છે જે આપણુ શરીર આપમેળે નથી બનાવી શકતું. હાલના દિવસોમાં તાજુ દૂધ મળવું  મુશ્કેલ છે, એટલે મોટાભાગના ઘરો  દૈનિક જરૂરિયાતો માટે પેકેજ્ડ દૂધ પર આધાર રાખે છે. ટેટ્રા પેક હોય કે પેકેટ ઘણા લોકો તે દૂધ પણ ઉકાળે છે. જો કે, નિષ્ણાતોના મતે તમારે આ દૂધને ઉકાળવુ ન જોઈએ. 



તમારે પેકેજ્ડ દૂધ કેમ ન ઉકાળવું જોઈએ ?


પેકેજ્ડ દૂધ પેસ્ટ્યુરાઇઝેશનમાંથી પસાર થાય છે - એક હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા જે ખોરાકમાં હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે જેથી તે ખાવા માટે સલામત બને અને તેની શેલ્ફ લાઇફ વધારી શકાય. નિષ્ણાતોના મતે, એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, માઈકોબેક્ટેરિયમ, ઇ. કોલી, લિસ્ટેરિયા અને કેમ્પીલોબેક્ટરને મારવા માટે સામાન્ય રીતે દૂધને 71 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરવામાં આવે છે. આ તમામ વિવિધ બીમારીઓ અને રોગોનું કારણ બની શકે છે. પેશ્ચ્યુરાઇઝેશન ન માત્ર હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે જે લિસ્ટરિઓસિસ, ટાઇફોઇડ તાવ, ક્ષય રોગ, ડિપ્થેરિયા અને બ્રુસેલોસિસના ફેલાવા પાછળ છે પંરતુ ખાદ્ય ઉત્પાદનોના ખરાબ હોવાની ગતિને  ધીમી કરે છે અને શેલ્ફ લાઇફ વધારે છે.  ડૉક્ટર્સનું કહેવું છે કે તે ખોરાકના સ્વાદ અથવા પોષક મૂલ્યને અસર કરતું નથી, આ કારણે તમારે દૂધ ઉકાળવાથી બચવુ જોઈએ.  


જ્યારે તમે પેસ્ટયુરાઇઝ પેકેજ્ડ દૂધ ઉકાળો ત્યારે શું થાય છે ?


નિષ્ણાતો કહે છે કે પાશ્ચરાઇઝ્ડ દૂધને ફરીથી ઉકાળવાથી દૂધના પોષણ મૂલ્યને નુકસાન થાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થાય છે.  જ્યારે તમે 100 ડિગ્રી સેલ્સિયસથી ઉપરના તાપમાને 10 મિનિટથી વધુ સમય માટે પાશ્ચરાઇઝ્ડ દૂધ ઉકાળો છો, ત્યારે આખી પ્રક્રિયા વિટામિન ડી જેવા જરૂરી પોષક તત્વોને ખતમ કરી નાખે છે, જે કેલ્શિયમ શોષણમાં મદદ કરે છે.


વિટામિન્સ ઘટાડે છે


પેસ્ટયુરાઇઝ ફરીથી ઉકાળવાથી દૂધમાં વિટામિનનું પ્રમાણ ઓછામાં ઓછું 25 ટકા ઓછું થાય છે


પ્રોટીન સામગ્રી ઘટાડે છે


પેસ્ટયુરાઇઝ દૂધને ઉકાળવાથી છાશના પ્રોટીનનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઘટે છે. છાશ પ્રોટીન હાડકાંને રિપેર અને મજબૂત કરવામાં મદદ કરે છે, સ્નાયુ સંશ્લેષણને વેગ આપે છે અને વજન ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલના નીચા સ્તરને પ્રોત્સાહન આપે છે.


સ્વાદ બદલી જાય છે


પેસ્ટયુરાઇઝ દૂધને ઉકાળવાથી દૂધનો સ્વાદ અને રચના પણ બદલાઈ શકે છે.


શું કોઈ લાભ પણ છે ?


જ્યારે નિષ્ણાતો પેસ્ટયુરાઇઝ દૂધને ઉકાળવાના વિરોધમાં છે, ત્યારે કેટલાક ફાયદાઓ પણ છે પરંતુ તેને ટૂંકા ગાળા તરીકે ઓળખી શકાય છે.


પાચન


ઘણા લોકો માને છે કે દૂધ ઉકાળવાથી લેક્ટોઝને તોડીને પાચનમાં મદદ મળે છે અને તેને પચવામાં સરળતા રહે છે.


નિષ્ણાતોના મતે, પેકેજ્ડ દૂધ પીવા માટે કાં તો તેને ઠંડુ કરો અથવા તેને ફક્ત 3-5 મિનિટ માટે ગરમ કરો. ઉપરાંત, તેને ક્યારેય કાચા દૂધ સાથે ભેળસેળ ન કરવી જોઈએ - જે પાશ્ચરાઇઝ્ડ નથી અને તેને ઉકાળ્યા વિના પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે હાનિકારક બેક્ટેરિયા ધરાવે છે.