આજકાલ, લોકો તેમના રોજિંદા જીવનમાં વેપિંગ એટલે કે ઈ-સિગારેટનો ઉપયોગ મોટી માત્રામાં કરી રહ્યા છે. તેઓ માને છે કે, તે ધૂમ્રપાન કરતા ઓછું ખતરનાક અને ઓછું નુકસાનકારક છે. ઘણા લોકો દલીલ કરે છે કે વેપિંગથી શરીર પર કોઈ ગંભીર અસર થતી નથી. પરંતુ જો તમે પણ આ જ વાત પર વિશ્વાસ કરતા હો તો આ કિસ્સા આપના માટે એક ચેતવણી સમાન હોઇ શકે છે કારણે કે આ ઇ સિગરેટના કારણે એક મહિલાએ પોતાની દષ્ટી ગુમાવી છે.
આ વીડિયો શેના વિશે હતો?
ડો. મેઘા કર્ણાવત, એક નેત્ર ચિકિત્સકે, આ ઘટના તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી. તેમણે લખ્યું કે 40 વર્ષીય એક મહિલા, જેને ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર જેવી કોઈ બીમારી નહોતી, તેણે રાત્રે વધુ પડતા વેપિંગને કારણે સવારે પોતાની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી. પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા, ડોકટરે લોકોને વેપિંગની ખતરનાક આડઅસરો વિશે શિક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.
વેપિંગ શું છે અને તેમાં શું સમાયેલું છે?
વેપિંગમાં બીડી અને સિગારેટ જેવુ તમાકુ નથી હોતું પરંતુ તે એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેને વેપ પેન અથવા ઈ-સિગારેટ કહેવાય છે. આ ઉપકરણોમાં એક પ્રવાહી હોય છે જે ગરમ થાય ત્યારે નાના કણોમાં ફેરવાય છે, જે લોકો શ્વાસમાં લે છે, જે તેમને ધૂમ્રપાન જેવી જ ફિલિંગ આપે છે. વેપિંગ ઉપકરણોની અંદરનું પ્રવાહી સામાન્ય પાણી નથી, જે ગરમ થવા પર બાષ્પીભવન થાય છે, પરંતુ તેમાં નિકોટિન અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ઘણા રસાયણોના કણો હોય છે. ઘણા અહેવાલો અનુસાર, વેપિંગને સિગારેટ કરતાં વધુ ખતરનાક ગણાવવામાં આવ્યું છે.
વેપિંગ આપણી આંખોને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
અહેવાલો અનુસાર, વેપિંગથી આંખો પર ગંભીર પ્રતિકૂળ અસરો થાય છે, જેમાંથી સૌથી સામાન્ય સૂકી આંખો છે. આંખોને રક્ષણ માટે આંસુની જરૂર હોય છે, જે તેમને ભેજવાળી રાખે છે. જોકે, વેપિંગ અથવા ધૂમ્રપાન આ પ્રક્રિયામાં વિક્ષેપ પાડે છે, જેના કારણે સતત બળતરા અને ખંજવાળ આવે છે. વેપિંગ અથવા ધૂમ્રપાનને કારણે મોતિયા પણ સામાન્ય છે, કારણ કે સિગારેટનું ધૂમ્રપાન લેન્સને નુકસાન પહોંચાડે છે અને ધુમાડો આંખોને નબળી પાડે છે, જેના કારણે દ્રષ્ટિ ઝાંખી પડે છે.
વેપિંગથી આ સમસ્યાઓ થઈ શકે છે:
રેટિનલ ધમનીમાં ખેંચાણ
ઓપ્ટિક ચેતામાં લોહીનો પ્રવાહ ઓછો થવો
રેટિનલ ટિશ્યુઓમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસમાં વધારો
પહેલાથી અસ્તિત્વમાં રહેલી માઇક્રોવેસ્ક્યુલર સમસ્યાઓમાં વધારો
અચાનક દ્રષ્ટિ ગુમાવવી, ભલે વ્યક્તિ યુવાન અને સ્વસ્થ હોય