Hepatitis Cause And Symptoms: દર વર્ષે 28 જુલાઈને વિશ્વભરમાં હેપેટાઈટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકોને આ જીવલેણ રોગ વિશે જાગૃત કરવામાં આવે છે. ચાલો જાણીએ હેપેટાઈટીસ શું છે


સમગ્ર વિશ્વમાં દર વર્ષે 28 જુલાઈને વિશ્વ હિપેટાઈટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રોગ વિશે લોકોને જાગૃત કરવા માટે વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હેપેટાઇટિસ એક ખતરનાક રોગ છે, જેમાં લીવરને અસર થાય છે. લીવર આપણા શરીરનું એક મહત્વનું અંગ છે, જે લોહીને સાફ કરવામાં અને ખોરાકને પચાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, હેપેટાઇટિસને કારણે લીવરમાં બળતરા થાય છે. જો આ રોગની સમયસર કાળજી લેવામાં ન આવે તો તે જીવલેણ બની જાય છે. જો કે હેપેટાઈટીસથી બચવા માટે રસી આપવામાં આવે છે, પરંતુ જાગૃતિના અભાવે હજુ પણ ઘણા લોકો તેની રસી લેતા નથી. ચાલો જાણીએ હેપેટાઈટીસ કેવી રીતે થાય છે અને તેના લક્ષણો શું છે.


શું છે હેપેટાઇટિસ ?


આ લિવર સંબંધિત ખતરનાક રોગ છે, જેના કારણે લિવરમાં ઇન્ફેક્શન થાય છે. જેના કારણે લીવરમાં સોજો આવી જાય છે અને લીવર ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી દે છે. દર વર્ષે લાખો લોકો હેપેટાઈટીસને કારણે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં લોકોને જાગૃતિ અને રસીથી બચાવી શકાય છે.


હેપેટાઇટિસના પ્રકાર


હિપેટાઇટિસ એ એક રોગ છે જે વિવિધ વાયરસથી થાય છે. આમાં હેપેટાઇટિસ A, B, C, D, Eનો સમાવેશ થાય છે. જો કે, આમાંથી સૌથી ખતરનાક હિપેટાઇટિસ A અને B માનવામાં આવે છે.


 હેપેટાઇટિસના કારણો



  • હેપેટાઇટિસ થવાના ઘણા કારણો છે, જેમાંથી સૌથી મહત્વનું છે દૂષિત ખોરાક ખાવું અને દૂષિત પાણી છે.

  • આ ઉપરાંત, ચેપગ્રસ્ત બ્લડ ટ્રાન્સફ્યૂજન  અને અન્ય  ફ્લૂઇડના એક્સપોઝરથી પણ જોખમ રહેલું

  • સંક્રમિત વ્યક્તિનું બ્લડ ચઢવું અથવા તો આવા સંક્રમણના સંપર્કમાં આવેલ ઇજેકશનનો ઉપયોગ  પણ જોખમી છે

  • કેટલીક વખત કેટલીક દવાના સાઇડ ઇફેક્ટથી પણ આ સમસ્યા થઇ શકે છે

  • વધુ આલ્કોહોલનું સેવન પણ લિવરને ડેમેજ કરે છે અને આ સ્થિતિ હેપેટાઇટિસ તરફ દોરી જાય છે.


હેપેટાઇટિસના લક્ષણો



  • ઉલ્ટી થવી

  • થકાવટ મહેસૂસ થવી

  • ત્વચાનો રંગ પીળો પડી જવો

  • આંખો પીળી પડી જવી

  • ભૂખ ઓછી લાગવી

  • પેટમાં દુખાવો અને સોજો

  • ચક્કર આવવા

  • પેશાબનો રંગ પીળો થવો

  • ઝડપથી વજન ઓછું થવું

  • લાંબો સમય સધી તાપ આવવો


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.