Apple cider vinegar side effects :એપ્પલ સાઇડર વિનેગર  તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. પાચન તંત્રને સુધારવાથી લઈને ત્વચા અને વાળ માટે પણ હિતકારી છે.  હોર્મોન્સનું સંતુલન, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને હૃદયને સ્વસ્થ રાખવામાં ACV તમને મદદ કરે છે. પરંતુ તેનું સેવન કેવી રીતે કરવું તે જાણવું તમારા માટે મહત્વપૂર્ણ છે. અન્યથા તે લાભને બદલે નુકસાન કરી શકે છે.


એપ્પલ સાઇડર વિનેગર કેવી રીતે પીવું


દરરોજ 1 થી 2 ચમચી સફરજન સીડર વિનેગરનો 3 મહિના સુધી ઉપયોગ કરવાથી ફાયદો થઈ શકે છે. જો કે સફરજનના વિનેગરની વધુ માત્રામાં લાંબા સમય સુધી તેનો ઉપયોગ પાચનતંત્રને બગાડી શકે છે અને તમારા દાંત પણ પીળા પડી શકે છે દાંતનું ઇનેમલ કમજોર કરી શકે છે લાંબો સમય પીવાથી પોટેશિયમનુ સ્તર ઓછું થઇ શકે છે અને હાંડકા નબળે પડી શકે છે. તેથી દાંતને થતાં નુકસાનથી બચાવવા માટે સ્ટ્રોથી પીવું જ હિતાવહ છે.


એપલ સાઇડર વિનેગરમાં એસિડની માત્રા વધુ હોવાને કારણે અન્નનળીના સ્તરોને નુકસાન થઈ શકે છે. ક્યારેક તેને સંકોચનની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં એપલ સાઇડર વિનેગરનું સેવન મર્યાદિત કરવું જોઈએ. એપ્પલ સાઇડપ વિનેગર હંમશા પાણીના એક ગ્લાસમાં 2 ચમચી મિક્સ કરીને જ પીવું જોઇએ.


.ગળામાં બળતરા: એપલ સીડર વિનેગરમાં અન્નનળી (ગળામાં) બળતરા થઇ શકે  છે.


એપલ સીડર વિનેગર પીવાના અન્ય ફાયદા


એપલ સાઇડર વિનેગર તમારા કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરે છે.


એપ્પલ સાઇડર હૃદયને સ્વસ્થ રાખવામાં અને સંક્રામક બીમારીથી પણ બચાવે છે.


એપ્પલ સાઇડર વિનેગર વાળને સ્વસ્થ અને ત્વચાને ડાઘ રહિત અને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે કરે  છે.


એપ્પલ સાઇડર વિનેગર શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે.


એપ્પલ સાઇડર વિનેગર વેઇટ લોસમાં પણ કારગર છે. તે મેટાબોલિઝમને ફાસ્ટ કરે છે જેથી વજન ઉતારવમાં મદદગાર છે.


વાળ ખરવા, ડેન્ડ્રફ અને ખંજવાળની ​​સમસ્યાને દૂર કરવા માટે 2 ચમચી એપલ સાઇડર વિનેગર લો અને તેને એક મગ પાણીમાં મિક્સ કરો. તમારા વાળ ધોતી વખતે આ પાણીને તમારા વાળ પર રેડો અને 10 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો.