Milk And Dates Benefits:  ખજૂર ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ખજૂરને  દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. દૂધ અને ખજૂરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

  દૂધ અને ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. દૂધ અને ખજૂરનું સાથે સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે. જેનાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે.


સવારનાં સમયે દૂધ અને ખજૂરનું સેવન કરવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે. ખજૂરમાં રહેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શરીરને એનર્જી આપે છે અને સ્ટેમિના જાળવી રાખે છે. ખજૂર અને દૂધ બંનેમાં આયર્ન હોય છે, જેના નિયમિત સેવનથી લોહીમાં આયર્નની ઉણપ દૂર થાય છે. દૂધ અને ખજૂરનું સેવન કરવાથી શરીર અને ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેનાથી ચહેરા પર ચમક આવે છે.


ખજૂર અને દૂધમાં ફાઈબર હોય છે. તેનાથી વ્યક્તિની પાચન શક્તિ વધે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ઉંમરલાયક વ્યક્તિ માટે પણ આ મિશ્રણ કબજિયાતમાંથી રાહત અપાવે છે. ખજૂરવાળા દૂધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં સ્વસ્થ રહે છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. જેને જોતાં મહિલાઓએ દૂધ-ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ.


દૂધ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમનો સ્ત્રોત સારો હોય છે. આ સાથે જ ઠંડીમાં ખજૂર ખાવાથી પણ સ્વાસ્થ્યને અનેક ગણો ફાયદો થાય છે. આમ, તમને જણાવી દઇએ કે ઠંડીમાં ખજૂર અને દૂધ મિક્સ કરીને પીવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. દૂધ અને ખજૂર હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. 


દૂધ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિનથી સમૃદ્ધ છે અને ગ્લુકોઝ અને ફ્રુટોઝથી સમૃદ્ધ ખજૂર શરીરને તરત જ એનર્જી આપે છે અને  અનેક રોગોમાં પણ ફાયદો થાય છે. જ્યારે ખજૂર દૂધમાં નાંખીને ઉકાળવમાં આવે છે ત્યારે  સ્વાસ્થ્ય લાભમાં 100 ગણો વધુ વધારો થાય છે. ખજૂરમાં કેલ્શિયમ, ફાઈબર, જસત, મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.. ખજૂરમાંથી અન્ય ઘણા વિટામિન મળી આવે છે.  જે તંદુરસ્ત શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.