Kitchen Hacks:ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ખાદ્ય પદાર્થની સાચવણીનું  ધ્યાન રાખવું પડે છે. થોડી બેદરકારીના કારણે ઘણી વખત રસોડામાં રાખવામાં આવેલ ખાદ્યપદાર્થો બગડી જાય છે. ઉનાળામાં દૂધ પણ બહુ જલ્દી ખરાબ થઇ જાય છે.  કેટલીક વખજ દૂધ  જ્યારે આપણે  ફ્રિજમાં રાખવાનું ભૂલી જઈએ  છીએ, તો તે  દૂધ ફાટી જાય. દૂધ ફાટી ગયા બાદ મોટાભાગના ઘરોમાં તેને  ફેંકી દેવામાં આવે છે. જો તમે પણ બગડેલું દૂધ વેસ્ટ તરીકે ફેંકી દો છો. તો આ ટિપ્સ જાણી લો.  આ ફાટેલા દૂધથી કેટલીક સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે.


દૂધ ફાટી જાય તો તેને ફેંકવું નહીં. તેના બદલે આ ફાટેલા દૂધમાંથી પનીર બનાવી શકાય છે. જી હાં આ માટે સૌથી પહેલા  ફાટેલા દૂધને કોટનના કપડામાં લપેટીને તેને દબાવીને પાણી નિતારી લો.  આમ કરવાથી દૂધમાંથી પાણી સંપૂર્ણપણે નીકળી જશે અને તેનું પનીર બની જશે


જો તમને સૂપ પીવો ગમે તો સૂપમાં પણ આ પનીરને ઉમેરી શકો છોય આમ કરવાથી સૂપનો સ્વાદ બમણો થઈ જશે અને તે હેલ્ધ માટે પણ  ફાયદાકારક  બનશે. આપ ફાટેલા દૂધને  દહીં ઉમેરીને દહીં બનાવી શકો છો. ત્યારપછી આ દહીંને વલોવીને  છાશ બનાવી  શકો છો. ઉનાળામાં પી શકો છો.


જો ફાટેલું દૂધને કેકના બેટરમાં ઉમેરીને બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ફાટેલું દૂધ કેકમાં ખાવાના સોડા તરીકે કામ કરે છે અને કેકને બગડતી અટકાવે છે. સાથે જ ફાટેલા દૂધમાંથી બનેલું દહીં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે આ દહીંનો ઉપયોગ વેજિટેબલ ગ્રેવી અથવા કરીમાં કરી શકો છો.


સ્મૂધી બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.  આઇસક્રિમના  બદલે, સ્મૂધીમાં આ  દૂધ ઉમેરશો તો  વધુ નરમ અને સ્વાદિષ્ટ બનશે.


તમે ફાટેલા દૂધમાંથી સબ્જી પણ બનાવી શકો છો. આ સિવાય તમે તૈયાર કરેલા પનીરમાંથી પ્રોટીનથી ભરપૂર શાકભાજી તૈયાર કરી શકો છો. ફાટેલા દૂધના નિતારેલા પાણીને સબ્જીમાં નાખવાતી શાકનો સ્વાદ વધી જાય છે.


આપ ફાટેલા દૂધના નિતારેલા પાણીમાં ચોખાને પકાવી શકો છો. આવું કરવાથી ચોખા વધુ પૌષ્ટીક અને સ્વાદિષ્ટ બનશે અને શરીરને કાર્બોહાઇડ્રેઇટસ અને પ્રોટીન બને મળશે. આપ પાસ્તા અને નૂડલ્સ બાફવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત ફાટેલા દૂધનો લોટ બાંધવામાં પણ ઉપયોગ કરી શકો છો


ફાટેલા દૂધના ફાયદા



  •  ફાટેલા દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને લેક્ટિક એસિડ હોય છે.

  • તેનો ઉપયોગ કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે.

  • ફાટેલા દૂધના ઉપયોગથી ત્વચા અને વાળ સારા બને છે.