અમદાવાદ, 05 એપ્રિલ, 2022: એબીપી અસ્મિતાના સુપરહીટ પ્રાઇમટાઇમ શો ‘હું તો બોલીશ’ એ 5 એપ્રિલ, 2022ના રોજ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. આસ સાથે  શો એ સતત 365 એપિસોડ પણ પૂર્ણ કર્યા છે. એબીપી અસ્મિતાના એડિટોરિયલ હેડ રોનક પટેલ દ્વારા હોસ્ટ કરાતા આ શોમાં ‘દિવસના મોટા મુદ્દાઓ’ ઉપર નિયમિત એપિસોડ રજૂ કરવામાં આવે છે, જે રાત્રે 8થી9 દરમિયાન સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઉપર ઇનોવેટિવ અને વર્તમાન પત્રકારત્વના પરિપ્રેક્ષ્યને રજૂ કરે છે.


આ શો દ્વારા રોનક પટેલ સંબંધિત પ્રશાસન સાથે ચર્ચા કરીને તથા તેમની પાસેથી જવાબ મેળવીને ગુજરાતના લોકોને અસર કરતાં જટિલ મુદ્દાઓની તલસ્પર્શી તપાસ કરે છે. શો લોંચ કરવાનો ખ્યાલ એવો હતો કે મોટાભાગના ચર્ચા શોમાં અગાઉ ‘નિષ્ણાંતો’ અને ‘પ્રવક્તાઓ’ને સામેલ કરીને દિવસના ટ્રેન્ડિંગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવતી હતી, પરંતુ તેઓ સંબધિત સત્તા ધરાવતા અથવા સંબંધિત વ્યક્તિ કે જેમની આસપાસ ચર્ચા ચાલી રહી છે, તેમની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં નિષ્ફળ રહેતાં હતાં. એબીપી અસ્મિતાએ બ્રોડકાસ્ટમાં તેની જરૂરિરાતને જોઇ અને વિશિષ્ટ કોન્સેપ્ટ ડિઝાઇન કર્યો કે જે ગુજરાતી પ્રાઇમ-ટાઇમ સમાચારમાં ક્યારેય જોવા મળ્યો ન હતો.


વર્ષ 2020માં આ શો લોકપ્રિય ન્યુઝ સેગમેન્ટમાં શરૂ થયો હતો. ભારતની સૌથી ઝડપે વૃદ્ધિ સાધતી ગુજરાતી ન્યુઝ ચેનલ એબીપી અસ્મિતાએ સેગમેન્ટમાં વધતી લોકપ્રિયતાથી પ્રેરાઇને એપ્રિલ 2021માં  ઔપચારિક રીતે પૂર્ણ શો તરીકે લોંચ કર્યો હતો. આ શોએ તેની શરૂઆતથી જ વ્યાપક ધ્યાન આકર્ષિત કર્યું છે. હું તો બોલીશ ગુજરાતી ન્યુઝ શૈલીમાં સૌથી પ્રભાવી અને ક્રાંતિકારી પ્રાઇમ ટાઇમ શો પૈકીનો એક રહ્યો છે.


શોની પ્રથમ વર્ષગાંઠ ઉપર પ્રતિક્રિયા આપતાં એબીપી અસ્મિતાના એડિટોરિયલ હેડ રોનક પટેલે કહ્યું હતું કે, “અમારા પ્રાઇમટાઇમ શો ‘હું તો બોલીશ’ની પ્રથમ વર્ષગાંઠ અને સતત 365 એપિસોડની ઉજવણી કરતાં ખુશ છું. આ શો દ્વારા અમે સ્થાનિક દર્શકો સાથે જોડાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેમનો અવાજ સાંભળવામાં આવે તે સુનિશ્ચિત કર્યું છે. મને ખુશી છે કે અમારો અભિગમ દર્શકોને પસંદ આવ્યો છે કે જેમણે શોની શરૂઆતથી અમને અપાર પ્રેમ અને સહયોગ કર્યો છે. હું એ વાત ઉપર જોર આપવા માગું છું કે આપણે હજી લાંબી મજલ કાપવાની છે અને ઘણાં સીમાચિહ્નો હાંસલ કરવાના છે. મને વિશ્વાસ છે કે અમારા દર્શકોના અપાર સમર્થનથી અમારા તમામ લક્ષ્યો સાકાર થશે. અમે ગુજરાતમાં મુદ્દાઓ અને કામગીરી ઉપર વિચારોને બળ આપતાં પરિપ્રેક્ષ્યને પ્રદાન કરવાનું જાળવી રાખીશું.”


About ABP Network


An innovative media and content creation company, ABP Network is a credible voice in the broadcast & digital sphere, with a multi-language portfolio of news channels reaching 535 million individuals in India. ABP Studios, which comes under the purview of ABP Creations – the content innovation arm of the network – creates, produces, and licenses original, path-breaking content outside of news. ABP Network is a group entity of ABP, which was incorporated almost 100 years ago and continues to reign as a leading media company.