Golden milk: કોરોનામાં ગોલ્ડન મિલ્કનો સેવન વધ્યું છે. જો કે આ પહેલા પણ તેના ફાયદાના કારણે તે સ્વાસ્થ્યવર્ધી અને ઇમ્યુનિટી બૂસ્ટ ગણાતું. ભારતનું હળદરવાળું યુરોપીય દેશો માટે ગોલ્ડન દૂધ બની ગયું છે. અમેરિકા સહિતના દેશોમાં તો તે હવે કોફી શોપમાં પણ વેચાવવા લાગ્યું છે.


હળદર અનેક રીતે ગુણકારી છે. હળદર સંક્રમણથી બચાવે છે તે એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. ઉલ્લેખનિય છે કે, હળદરનો ઉપયોગ રસોઇમાં પણ થતો હોવાથી તેનો વપરાશ વધું છે. વિશ્વમાં દર વર્ષે ૧૧ લાખ ટન હળદરનું ઉત્પાદન થાય છે જેમાં ભારત, ચીન, નાઇજીરિયા, મ્યાનમાર, બાંગ્લાદેશ અને ભારત આગળ પડતા દેશો છે. જેમાં ભારત ૨૦ હજાર ટનથી વધુ હળદરની નિકાસ કરે છે.


હળદર એન્ટી ઓકિસડેન્ટ અને એન્ટી ઇમ્ફામેટરી ગુણોથી ભરપૂર છે. માંસપેશી,સાંધામાં દુખાવો, હાંડકાની ભાંગતૂટમાં પણ હળદરનો ઇલાજ અકસરી મનાય છે. શરીરમાં સોજોને ઉતારવામાં પણ હળદર કારગર છે. શરદી કફનાશક હોવાથી શિયાળીની ઋતુમાં ખાસ તેનું સેવન કરવાની આયુર્વૈદ સલાહ આપે છે.


કોરોના સમયમાં પણ કોવિડના સંક્રમણથી બચવા માટે  આયુષ મંત્રાલય તરફથી સતત હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. હળદર નર્વેસનેસ સિસ્ટમની સાથે પાચનતંત્રને પણ દુરસ્ત રાખે છે. ગભરામણ, બેચેની બ્લડપ્રેશરમાં પણ ગોલ્ડન મિલ્ક રાહત આપે છે.


આ પણ વાંચો


જનરલ બિપિન રાવત વિશે ગંદી કોમેન્ટ કરનારો અમરેલીનો આ નેતા કોણ છે ? હર્ષ સંઘવીને ટેગ કરેલી પોસ્ટ બદલ થયો જેલભેગો


કોહલીએ ગાંગુલી-ચેતન શર્માની કઈ વિનંતી ના માનતાં વન ડે ટીમના કેપ્ટનપદેથી તગેડી મૂકાયો, સૌરવે પોતે કર્યો ઘટસ્ફોટ


ગુજરાતના આ યુવકની કેનેડા ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી, જાણો મૂળ ક્યાંનો છે ?


ખેડાઃ કઠલાલ-કપડવંજ રોડ પર ટેન્કર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના ઘટનાસ્થળે જ મોત