લગ્નમાં જુદી –જુદી  તૈયારીઓના કારણે યુગલ ઘણીવાર ખૂબ થાકી જાય છે. લગ્ન બાદ  જીવનમાં ઘણી બધી બાબતોનું આયોજન કરવું પડે છે. મેરેજ સેરમનીનો  થાક દૂર કરવા માટે હનીમૂનથી સારો સમય બીજો કોઈ નથી હોતો, પરંતુ કેટલીકવાર ઉતાવળમાં કપલ કંઈક એવું કરી નાખે છે જેનો તેમને પાછળથી પસ્તાવો થાય છે. નવા પરિણીત યુગલોએ તેમના હનીમૂન પ્લાનિંગમાં ઘણી બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે.


ઉતાવળ કરવી 


કેટલાક યુગલોને લાગે છે કે હનીમૂન માત્ર ક્યાંક ફરવા જવાની વાત છે અને તેના કારણે તેઓ પાછળથી પસ્તાવો કરતા રહે છે. હનીમૂનને માત્ર વેકેશન તરીકે ન લો. જો તમે પહેલીવાર તમારા પાર્ટનર સાથે શાંતિની ક્ષણો પસાર કરવા જઈ રહ્યા છો, તો અહીં બધું પરફેક્ટ હોવું  જેથી ખોટી ઉતાવળ ન કરો અને ટાઇમ લઇને હનિમૂનનું પ્લાનિંગ કરો.


બુકિંગમાં વિલંબ કરવો


જો  હનીમૂન ડેસ્ટિનેશન નક્કી કરી દીધું છે, તો બુકિંગમાં બિલકુલ વિલંબ કરશો નહીં.  પાર્ટનર સાથે ચર્ચા કરીને  ટિકિટ સમયસર  બુક કરો. સમયસર બુકિંગથી ખોટો ખર્ચ ટળે છે નહિતો ટ્રાન્સપોર્ટનો વધુ ખર્ચ ઉઠાવવો પડે છે.


પાર્ટનરની સલાહ ન લેવી 


 ઘણી વખત એવું બને છે કે પતિ પોતાની ભાવિ પત્નીને  સરપ્રાઈઝ આપવા માટે   જાતે જ હનીમૂનનું તમામ પ્લાનિંગ કરે છે. પરંતુ પાછળથી પત્નીને આ જગ્યા ન ગમતી હોવાથી તે એન્જોય નથી કરી શકતી અને  અફસોસ થાય છે.  જેથી સરપ્રાઇઝ છોડો પરંતુ વાઇફ સાથે ચર્ચા કરીને પ્લાનિગ કરો.


 


બજેટ પર ધ્યાન ન આપવું


લગ્ન પછી ઘણી વસ્તુઓ જોવી પડે છે. આવી ઘણી ઘરની  જરૂરિયાતોની વસ્તઓ હોય છે, જેને તમે પહેલાથી શોપિંગ લિસ્ટમાં સામેલ કરી લીધી છે. આવી સ્થિતિમાં, તમારે હનીમૂન પર જવા માટે એક અલગ બજેટ બનાવવું  જરૂરી બની જાય છે. આ પ્લાનિંગ સાથે જો હનિમૂન પ્લાન કરશો તો ચોક્કસ સારી રીતે હનિમૂનને એન્જોય કરી શકશો..