Health tips:કાળઝાળ ગરમીથી બચવા માટે આપને આપની  સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.  ખાસ કરીને હાઇડ્રેશનની બાબતમાં વ્યક્તિએ ખૂબ કાળજી રાખવી પડે છે. નહિંતર, ચક્કર આવવા, માથાનો દૂખાવો જેવી સમસ્યા થઇ શકે છે.


ઉનાળાની ઋતુમાં ચક્કર આવવા, ગભરાટ, ઉબકા અને હીટ સ્ટ્રોકની ઘટનાઓ ખૂબ જ ઝડપથી વધી જાય છે. આ ઋતુમાં, શક્ય હોય ત્યાં સુધી,  દિવસના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઘર અથવા ઓફિસની બહાર ન જવું જોઈએ. કારણ કે આ સમયે સૂર્યના કિરણોની ગરમી સૌથી વધુ હોય છે. આ સમયે લૂ લાગી જવાની સમસ્યા વધી જાય છે.



  • જો આપને  ગરમીમાં પણ બહાર જવું ફરજિયાત હોય તો સ્વાસ્થ્ય માટે કેટલાક નિયમોનું પાલન કરીને  તમારી  જાતને  હીટસ્ટ્રોકથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખી શકો છો.

  •  ઘરની બહાર નીકળતા પહેલા એક ગ્લાસ લીંબુ પાણી પીવો, ઠંડું દૂધ, છાશ અથવા લસ્સીનું સેવન કરો.

  •  માથું અને કાન ઢાંક્યા પછી જ ઘરની બહાર નીકળો.  તાપથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરી શકો છો.

  • તમારી સાથે પાણીની બોટલ રાખો. જો તમે આ પાણીમાં થોડી મરી,  લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરો તો  વધુ સારી રહેશે.

  •  એસી છોડ્યા પછી તરત જ તીવ્ર સૂર્યપ્રકાશમાં ન જશો અને તીવ્ર સૂર્યપ્રકાશમાંથી પાછા ફર્યા પછી તરત જ એસી રૂમમાં ન જશો. ટૂંકા વિરામ લીધા પછી જ આ કરો જેથી શરીરનું તાપમાન સામાન્ય ગતિએ સંતુલિત થઈ શકે.


લૂ લાગવાથી આ સમસ્યા થઇ શકે છે


જો ગરમીની આ ઋતુમાં વધુ પડતા તડકા અને ગરમીના સંપર્કમાં આવ્યા હોય, તો શરૂઆતના લક્ષણોને ઓળખીને, તમારે યોગ્ય ઉપાય કરી લેવો જોઈએ. આમ કરવાથી સ્થિતિ ખરાબ થતી બચી જશે. સન અને હીટ સ્ટ્રોકના શરૂઆતના લક્ષણો આ પ્રમાણે છે...



  • હળવી બેહોશીની સાથે માથુ ફરતું હોય તેવા લક્ષણો

  • માથાનો દુખાવો અને ચક્કર આવવા

  • તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવી શકે છે.

  • નબળાઈ અને સ્નાયુઓમાં દુખાવો એક સમસ્યા હોઈ શકે છે.

  • ખૂબ જ તરસની લાગણી સાથે પેટમાં વિચિત્ર ખાલીપણું મહેસૂસ થવું

  • ઉલ્ટી અને ઝાડા અથવા માત્ર ઉલટી અથવા માત્ર ઝાડા પણ તેના લક્ષણ હોઈ શકે છે.


લૂ લાગ્યા બાદ શું કરવું


દર્દીને સૌથી પહેલા કૂલ જગ્યાએ રાખો. કપડા ઢીલા અને કમ્ફર્ટ રાખો. પાણી પીવો, ઠંડા કપડાથી શરીરને લપેટી દો. શરીરને ટેમ્પરેચરને ઓછું કરવાની કોશિશ કરો. પગના તળિયમાં ડુંગળીને ધસો. સૌથી વધુ તરલ પદાર્થ આપો. ચા –કોફી જેવા ગરમ પીણા ન આપો