Rashifal, Daily Horoscope : પંચાંગ અનુસાર આજે 22 માર્ચ 2022 ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે. આજે ચંદ્ર તુલા રાશિમાં બેઠો હશે. આજે વિશાખા નક્ષત્ર છે. શિક્ષણ, નોકરી, કરિયર, પૈસા અને સ્વાસ્થ્ય વગેરે માટે આજનો દિવસ કેવો રહેશે. આવો જાણીએ આજનું જન્માક્ષર
મેષરાશિ
આજે નોકરીમાં કામમાં કોઇ ભૂલ ન થાય તેની સાવધાની રાખો. જે લોકો ભાગીદારીમાં કામ કરે છે, તેમનો તાલમેલ સારો રહેશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી, તમે ત્વચા સંબંધિત રોગોથી ચિંતિત જોવા મળશે,
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. ઘર હોય કે ઓફિસ, મહિલાઓ સાથે સારો વ્યવહાર રાખો. કાર્યક્ષેત્રમાં તમારા વિરોધીઓ સક્રિય થઈ શકે છે. જેમણે નવી કંપનીમાં પોતાનો બાયોડેટા આપ્યો છે, તેઓ ત્યાંથી ઇન્ટરવ્યુ માટે કૉલ આવી શકે છે.
મિથુન રાશિ
આજના દિવસે આપ તાજગીનો અનુભવ કરશો, નકારાત્મક આદતોને છોડી દો. દૂધ સંબંધિત વેપાર કરનાર માટે આજનો દિવસ શુભ રહેશે,
કર્ક રાશિ
આજના દિવસે જૂના રોકાણથી ધન લાભ થઇ શકે છે. શેર માર્કેટમાં જો આપે રોકાણ કર્યું હોય તો આપને ફાયદો થઇ શકે છે. આયોજન કરીને કામ કરશો તો સફળતા મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી રાખવી.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકને આજે રોકાણમાં નુકસાન થઈ શકે છે, તેથી ગમે ત્યાં પૈસાની લાલચ આપતા પહેલા એકવાર વિચાર કરો. ભૌતિક સુખનાં માધ્યમોમાં વધારો થશે. આજે તમે તમારી સુવિધા વધારવા માટે પૈસા ખર્ચ કરશો અને તમને તેમાં લાભ મળશે. તમે તમારી વાત લોકો સમક્ષ મુકી શકશો.
કન્યા રાશિ
આજના દિવસે નકારાત્મક પરિસ્થિતિને લઇને પ્રતિક્રિયા આપતા બચો.જીવન સાથે સારો સમય પસાર કરી શકો છો. સ્વાસ્થ્યને લઇને તકેદારી જરૂરી
તુલા રાશિ
આજના દિવસે લક્ઝરી તરફ મન વધુ આકર્ષિત થઇ શકે છે. તો બીજી બાજુ સુખ સુવિધા વધારવા માટે લોન લેવાથી બચો.
વૃશ્ચિક રાશિ
આજના દિવસે આપને આપના સારા –નરસા કર્મ પ્રમાણે ફળ મળશે. ઘરમાં નવા મહેમાનના આગમનને લઇને ગૂડ ન્યુઝ મળી શકે છે. માનસિક રોગ પ્રત્યે એલર્ટ રહો.
ધન રાશિ
આજના દિવસે ઓફિસમાં કામનો બોજો વધી શકે છે. સ્વાસ્થ્યમાં જોખમાય શકે છે. તણાવ વધી શકે છે.
મકર રાશિ
આજના દિવસ આપના માટે પ્રતિકૂળ સાબિત થઇ શકે છે, ઓફિસમાં કામનો બોજ વધી શકે છે.આજે આપને સોશિયલ વર્ક કરવાનો પણ મોકો મળશે.
કુંભ રાશિ
આજના દિવસે મન આનંદિત રહેશે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોનો કામનો બોજ વધી શકે છે.આંખો સંબંધિત પરેશાનીઓ થઇ શકે છે.
મીન રાશિ
આજના દિવસે આપને કોઇ ખરાબ અનુભવ થઇ શકે છે. માતા સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાનો મોકો મળશે. શોધ સાથે જોડાયેલા લોકોને મહેનતનું સારૂ પરિણામ મળશે.