Holi 2022:જો આપ સ્કિન કેર સાથે હોળી સેલિબ્રેટ કરવા માંગતા હો  તો  કેમિકલ રંગોને બદલે ફૂલોની મદદથી બનાવેલા રંગોથી હોળી રમો.  આપ આ રંગ ઘરે પણ સરળતાથી બનાવી શકો છો.


હોળી હવે નજીક છે અને હોળી પર રંગોથી રમવા માટે દરેક લોકો ખૂબ જ ઉત્સુક હોય છે, પરંતુ હોળી પરની આતુરતાની સાથે મનમાં એક ડર પણ રહે છે કે, કલરના કારણે સ્કિન ડેમેજ ન થઇ જાય. હોળી પર કેમિકલયુક્ત રંગોથી ચહેરો બગડી જાય છે. દરેક વ્યક્તિ પોતાની ત્વચાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો હોળી પર રંગો સાથે રમવા નથી માંગતા. હોળીના રંગો કેમિકલથી બનાવવામાં આવે છે, જેના કારણે આડઅસર થવાની સંભાવના ઘણી વધારે હોય છે. આટલું જ નહીં, પરંતુ એવા ઘણા રંગો છે. જે સંપૂર્ણપણે ત્વચા પર જાય છે. આવી સ્થિતિમાં, જો તમારે હોળી રમવાની હોય, તો ફૂલોની મદદથી ઘરે રંગો બનાવો અને આ રંગોથી જોર શોરથી હોળી રમો. ફૂલોમાંથી બનાવેલા રંગો આપના સ્કિનના રંગને  નિખારવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ ફૂલોમાંથી રંગ બનાવવાની રીત


પીળો રંગ


 પીળો રંગ સુખ અને આશાનું પ્રતીક માનવામાં આવે છે. એટલું જ નહીં, પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. બજારમાં જે પીળો કલર બનતો હોય છે, તેમાં ઘણા એવા તત્વો ભળે છે જે ત્વચાને બગાડે છે. આપ  સંપૂર્ણપણે કુદરતી રીતે પીળો રંગ બનાવી શકો છો. તમે પીળા મેરીગોલ્ડ, અમલતાસ અથવા ક્રાયસન્થેમમના ફૂલોથી પીળો રંગ બનાવી શકો છો.


 વાદળી રંગ


વાદળી રંગ શાંત સ્વરનું પ્રતીક માનવામાં આવે છે. આટલું જ નહીં, હોળીમાં સૌથી વધુ જેનો  ઉપયોગ કરવામાં આવે છે તે રંગ વાદળી રંગ છે. તેથી હવે તમે કુદરતી રીતે વાદળી રંગ બનાવી શકો છો અને તમે ઘરે વધુ ઘેરો વાદળી રંગ મેળવી શકો છો. તમે તેને ગુલમહોરના ફૂલોથી બનાવી શકો છો.


ઓરેન્જ રંગ


ઓરેન્જ રંગ કોઈપણ તહેવારનો ઉત્સાહ   વધારવાનું કામ કરે છે, તેથી નારંગી રંગને સૌથી મહત્વપૂર્ણ રંગ માનવામાં આવે છે. બજારમાં ઉપલબ્ધ નારંગી રંગ  કેમિકલ્સ યુકત હોય છે આપ કેસૂડાના ફુલથી આ રંગ બનાવી શકો છો.


ડ્રાય પેઇન્ટ રેસીપી


સૌપ્રથમ  જે રંગ બનાવવા માંગતો હો તે રંગના ફુલોને એકઠા કરો . 



  •  જો તમારી પાસે ફૂલોનો બગીચો છે, તો તેનાથી સારું બીજું કંઈ હોઈ શકે નહીં, અને જો તે ત્યાં ન હોય, તો આ બધા ફૂલો બજારમાં સરળતાથી મળી જશે,  આ ફુલો ખરીદી લો.

  • બધા ફૂલોને સારી રીતે ધોઈ લો, પછી તે બધાને તડકામાં સૂકવી દો

  • બધાં ફૂલ સુકાઈ જાય એટલે તેના પાંદડાને અલગ કરી લો અને તેને સારી રીતે પીસીને પાવડર બનાવી લો.

  • પીસતી વખતે, તમે ચંદનના તેલના 2-3 ટીપાં પણ ઉમેરી શકો છો, જેના કારણે સુગંધ પણ ખૂબ સારી આવે છે અને રંગ પણ સારો બને છે.

  • ચંદનનું તેલ નાખ્યા પછી બંને સામગ્રીને હાથ વડે સારી રીતે મિક્સ કરી લો.