ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ભારતીયોને ચા અને કોફી પીવાને મર્યાદિત કરવાની સલાહ આપી છે. ICMR દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) સાથેની ભાગીદારીમાં બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનમાં જણાવ્યું હતું કે ચા અને કોફી વધુ પડતી પીવાનું ટાળવું જોઇએ કારણ કે તેમાં કેફીન હોય છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે અને સાઇકોલોજિકલ ડિપેન્ડેસી તરફ દોરી શકે છે. આ ઉપરાંત સંસ્થાએ પ્રોટીન સપ્લીમેન્ટ્સ ટાળવાની પણ સલાહ આપી છે.


ચા અને કોફીમાં કેફીન હોય છે


તેમાં કહેવામાં આવ્યું છે કે 150 મિલીલીટર કપ ઉકાળેલી કોફીમાં 80-120 મિલિગ્રામ કેફીન હોય છે, જ્યારે ઇન્સ્ટન્ટ કોફીમાં 50-65 મિલિગ્રામ અને ચામાં 30-65 મિલિગ્રામ હોય છે. ICMRએ કહ્યું છે કે 300 મિલિગ્રામથી વધુ કેફીન બિલકુલ ન લેવું જોઈએ.


ICMR એ પણ સલાહ આપી છે કે ભોજન પહેલાં ઓછામાં ઓછા એક કલાક અગાઉ અને બાદમાં આ પીણાં પીવા જોઇએ નહીં કારણ કે તેમાં ટેનિન હોય છે જે શરીરમાં આયર્નનું શોષણ ઘટાડી શકે છે. ટેનીન પેટમાં આયર્ન સાથે ચોંટી જાય છે, જેનાથી શરીર માટે આયર્નનું યોગ્ય રીતે શોષણ કરવું મુશ્કેલ બને છે. તેનાથી આયર્નની ઉણપ અને એનિમિયા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતા કોફીના સેવનથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.


વધુ પડતી કેફીન નુકસાન પહોંચાડી શકે છે


જો કે ગાઇડલાઇનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દૂધ વગરની ચા પીવાથી રક્ત પરિભ્રમણને સુધારવા અને કોરોનરી આર્ટરી ડિસીઝ અને પેટના કેન્સર જેવા રોગોના જોખમને ઘટાડવા જેવા ઘણા ફાયદા છે, તેમ છતાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. માર્ગદર્શિકામાં ICMR એ તેલ, ખાંડ અને મીઠાના સેવનને મર્યાદિત કરવાની ભલામણ કરી છે અને તેમાં ફળો, શાકભાજી, આખા અનાજ, લીન માંસ અને સીફૂડને સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે.


આ દિશાનિર્દેશો સાથે સહમત થતા સીકે બિરલા હોસ્પિટલ, દિલ્હી ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગના સલાહકાર ડૉ. વિકાસ જિંદાલે કહ્યું કે જમ્યા પહેલા કે પછી ચા અથવા કોફી પીવાથી શરીર માટે આયર્ન જેવા મહત્વપૂર્ણ ખનિજોનું શોષણ મુશ્કેલ બને છે શરીરમાં આ ખનિજોની ઉણપ થઇ શકે છે. ડો. જિંદાલે જણાવ્યું હતું કે, આયર્નના શોષણ ઉપરાંત ખોરાક સાથે પીણાં પીવાથી પેટમાં એસિડ પાતળું થઈ શકે છે જે પાચન માટે જરૂરી છે. ડો. જિન્દાલે જણાવ્યું હતું કે આ ખોરાક અને પોષક તત્ત્વોના શોષણને અસર કરી શકે છે