કોરોના વેક્સિનની અસરને ઓછા કરતા કેટલાક પરિબળ છે. જેનાથી તેનો લાભ નથી મળી શકતો. સંશોધન દ્રારા સાબિત થઇ ચૂક્યું છે કે, જો આપ માનસિક તણાવમાં રહેતા હોય. ડિપ્રેશનના દર્દી હો તો આપની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી શકે છે. જો કે આટલું જ નહીં આવી વ્યક્તિમાં વેક્સિનેશની ક્ષમતા પણ ઘટી જાય છે એટલે કે વેક્શિન એટલી પ્રભાવશાળી નથી નિવડતી.


તણાવ વેકિસનની અસરને ઓછી કરી શકે છે

વેક્સિન કોઇપણ બીમારી કે મહામારી સામે લડવા માટેનું સક્ષમ હથિયાર છે. વેક્સિનેશન ત્યારે જ સંપૂર્ણ સફળ થાય છે. જ્યારે આબાદીના એક જરૂરી હિસ્સાને વેક્સિનેશન આપવામાં આવે. જેથી હર્ડ ઇમ્યુનિટિના લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય. કોવિડ -19ના વેક્સિનમાં અત્યાર સુધી કરેલા ટ્રાયલમાં વેક્સિન સંપૂર્ણ રીતે અસરકારક હોવાનું સામે આવ્યું છે.  વેક્સિન રોગ પ્રતિકારકશક્તિ વધારવાની સાથે સંક્રમણ સામે પણ લડત આપે છે. જો કે કેટલાક ફેક્ટર્સ એવા છે. જે વેક્સિનની અસરને ઓછી કરી શકે છે.

માનસિક તણાવથી બચવું જરૂરી

રિસર્ચર્સના મત મુજબ કોવિડ-19 વેક્સિન 95 ટકા અસરકારક છે. જો કે ખરાબ માનસિક સ્વાસ્થ્ય, માનસિક તણાવ, ડિપ્રેશનની સ્થિતિમાં વેક્સિનની અસર શરીર પર  ઓછી થાય છે.  સંશોધક મુજબ માનસિક તણાવ વેક્સિનેશનની અસરને ઓછી કરી શકે છે.