Health:બાળકોની જીવનશૈલી પણ પુખ્ત વયના લોકોની જેમ મુશ્કેલ બની ગઈ છે. અભ્યાસથી લઈને રમતગમત સુધી ટોપર બનવાની આ દોડમાં દરેક વ્યક્તિ સતત આગળ આવવાનો પ્રયાસ કરી રહી છે અને જ્યારે તેમાં પાછળ રહી જાય છે અને સરખામણીઓ થવા લાગે છે ત્યારે બાળક ધીરે ધીરે ડિપ્રેશન તરફ સરી પડે છે. જો આપના બાળકમાં નીચેના કોઇપણ લક્ષણો દેખાય તો સાવધાન થઇ જાવ અને તેમની સાથે વાતચીત કરીને તેમને ભાવનાત્મક સપોર્ટ આપો. જાણીએ બાળકોમાં ડિપ્રેશના કેવા લક્ષણો જોવા મળે છે.
બાળક માનસિક રીતે સ્વસ્થ છે કે નહીં તે કેવી રીતે શોધવું?
માનસિક તણાવના લક્ષણોને ધ્યાનમાં રાખીને, આપણે તેનો સામનો કરવો જોઈએ અને તેના તણાવને ઘટાડવાની જવાબદારી લેવી જોઈએ. બાળકોમાં ડિપ્રેશનના ચિહ્નો પુખ્ત વયના લોકો કરતા થોડા અલગ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે તમે તેમને કેવી રીતે ઓળખી શકો.
ડિપ્રેશનનના લક્ષણો
- ઓછી ઊંઘ આવવી
- વધુ ઊંઘ આવવી
- ગુમસુમ રહેવું
- કોઇ સાથે વાત ન કરવી
- ભૂખ ઓછીલાગવી
- ભૂખ વધુ લાગવી
- ચીડિયાપણું
- માથામાં દુખાવો
- અચાનક રડવું આવવું
- આત્મવિશ્વાસમાં અભાવ
- અજ્ઞાત ડર અનુભવવો
- ઊંઘમંથી અચાનક જાગી જવું
- જિદ્દી વલણ રહેવું
- સતત ગભરાટમાં અને ચિંતામાં રહેવું
- થકાવટ અનુભવી
- કોઇ વસ્તુ ન મળતા અસહજ વર્તન કરવું
જો તમને બાળકમાં સમાન નકારાત્મક લક્ષણો દેખાય છે, તો સમજો કે બાળક તણાવ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. બાળકને ઠપકો આપશો નહીં અથવા તેને મારશો નહીં, અને તેમની સરખાણમી કરી તેને ઉતરતામાં ગણના કરશો નહી. સૌ પ્રથમ બાળકને પ્રેમથી ગળે લગાડો અને તેને અહેસાસ કરાવો કે, તે તમારી સાથે બિલકુલ સુરક્ષિત છે અને દરેક પળ તે તેમની સાથે છે. તે પછી બાળકને સંપૂર્ણ રીતે ખુલ્લા દિલથી બોલવાની તક આપો, આ માટે તમે મનોચિકિત્સકની મદદ પણ લઈ શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો