Wrinkles Home Remedy: વધતી ઉંમર સાથે કરચલીઓ સામાન્ય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કરચલીઓથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.


વધતી ઉંમર સાથે કરચલીઓ સામાન્ય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કરચલીઓથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.


આકરો તાપ, ઠંડી, ભેજવાળું વાતાવરણ,ધૂમ્રપાન અને પ્રદૂષણ સહિતની બાબતોની સીધી સ્કિન પર અસર થાય છે. જો ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે તો તે સ્વાભાવિક છે પરંતુ 30 વર્ષ બાદ જ આવું થવું સામાન્ય નથી. જો આપને પણ નાની ઉંમરમાં જ સ્કિન પર ઝુરીયા આવી ગઇ હોય તો આ ઉપાયથી દૂર કરી શકાય છે.


ફેસને ડ્રાઇનેસથી બચાવો


તમારા ચહેરાને કરચલીઓથી બચાવવા માટે સૌથી જરૂરી છે કે તમે તમારા ચહેરાને ડ્રાઇનેસને દૂર કરો.  શુષ્કતા ટાળવા માટે, ચહેરાને દિવસમાં ઓછામાં ઓછા બે વાર સ્વચ્છ પાણીથી ધોવા અને મોઇશ્ચરાઇઝ કરવું મહત્વપૂર્ણ છે. ચહેરો સાફ કરવા માટે માત્ર હળવા ક્લીંઝરનો ઉપયોગ કરો. જો તમે તડકામાં બહાર નીકળો છો, તો સનસ્ક્રીન લગાવો અને ચહેરાને સંપૂર્ણપણે ઢાંકીને તડકામાં જાવ.


હેલ્ધી ડાઇટ લો


ડાયટની સીધી અસર ચહેરાની ત્વચા પર પડે છે, તેથી કરચલીઓથી બચવા માટે સારો આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. તમારા આહારમાં બને ત્યાં સુધી તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. ભોજન સાથે સલાડ અને દહીં ખાઓ. સવારના નાસ્તામાં ડ્રાયફ્રુટ્સ ખાઓ અને દિવસભર પુષ્કળ પાણી પીઓ.


7થી8 કલાક ઊંઘ લો


ગ્લોઈંગ અને સારી ત્વચા માટે પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. રાત્રે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લો, કારણ કે ગાઢ ઊંઘ સ્કિનને  રિપેર કરવામાં કરવામાં મદદ કરે છે. અપૂરતી ઊંઘને ​​કારણે ત્વચા પર અકાળે કરચલીઓ પડવા લાગે છે.


તણાવથી બચો


તણાવ તમારી ત્વચા તેમજ આખા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. તણાવને બને તેટલું પોતાનાથી દૂર રાખો. નિષ્ણાતોના મતે, જ્યારે તમે વધુ તણાવમાં હોવ છો, ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધુ બને છે, જે કોલેજનને તોડે છે, જ્યારે કોલેજન ત્વચાને ચમકદાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોલેજન તૂટતાં સ્કિન ઢીલી પડવા લાગે છે અને તેમાં કરચલી થવા લાગે છે. જેથી સ્કિનની હેલ્થ માટે સ્ટ્રેસ ફ્રી રહેવું પણ જરૂરી છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.