Heatstroke Treatment: ફુદીનો ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે કારગર  છે. તમે તેને છાશ, ચટણી, સલાડ અથવા કોઈપણ પીણામાં મિક્સ કરીને પી શકો છો.


ગાર્નિશ માટે સામાન્ય રીતે  કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડ અને અનેક પ્રકારની ચટણી બનાવવા માટે પણ થાય છે. ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચવા માટે તેને ડાયટમાં  સામેલ કરવું જોઈએ. ઘણા પોષક તત્વોથી ભરપૂર ધાણા હીટસ્ટ્રોકથી પણ બચાવે છે. ઉનાળામાં હાઇડ્રેઇટ રહેવા માટે પુરતુ પાણી પીવો, 10થી 12 ગ્લાસ પાણી પીવાનો આગ્રહ રાખો. 


ગુબાલનું શરબત


રોઝનું સરબત  ઉનાળામાં ઠંડકનો અહેસાસ આપે છે. તે સ્વાદમાં અદ્ભુત અને તેની પ્રકૃતિ ઠંડી છે.  આવી સ્થિતિમાં ગરમીમાં આપ  તેનાથી રાહત અનુભવશો.


છાશનું સેવન


ઉનાળામાં છાશનું સેવન અવશ્ય કરવું જોઈએ. તે શરીરને ઠંડુ રાખે છે અને વધુ પડતી તરસ પણ છીપાવે છે. સાથે જ ઉનાળામાં ડીહાઈડ્રેશનથી બચવા માટે છાશ પીઓ.


ડુંગળીને ડાયટમાં કરો સામેલ


હીટ સ્ટ્રોકની રોકથામ અને સારવાર માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. તેથી આહારમાં ડુંગળીનો સમાવેશ કરો. કાચી ડુંગળી ખાવાથી શરીરની ગરમી દૂર થાય છે


સિઝનલ ફળો


આ સિવાય આપના  આહારમાં મોસમી ફળોનો ચોક્કસ સમાવેશ કરો. ઉનાળામાં તમારે તરબૂચ, કાકડી,, દ્રાક્ષ વગેરે ખાવું જોઈએ અથવા તેનો રસ લેવો જોઈએ.


આમ પન્ના


ઉનાળાની ઋતુમાં  કેરી પન્ના બનાવીને તેનું સેવન કરી શકો છો. તે હીટસ્ટ્રોકને રોકવામાં મદદ કરે છે. આ સાથે તે પેટની પાચનક્રિયાને પણ સારી રાખે છે.


Disclaimer:: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા તેની પુષ્ટી કરતું નથી. કોઇ પણ હેલ્ધ ટિપ્સને ફોલો કરતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લો.