Antibiotic Resistance Risk : વર્ષ 2050 સુધીમાં વિશ્વમાં આશરે 3.90 કરોડ લોકો એન્ટિબાયોટિક રજિસ્ટેન્સના કારણે મૃત્યુ પામી શકે છે. લેન્સેટમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટડી અનુસાર, 2022 થી 2050 સુધીમાં એન્ટિમાઇક્રોબાયલ રજિસ્ટેન્સના કારણે મોતનો આંકડો 70 ટકા વધી શકે છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે 2050 સુધીમાં એન્ટિમાઈક્રોબાયલ રજિસ્ટેન્સના કારણે 1.18 કરોડ મોત માત્ર દક્ષિણ એશિયામાં જ થશે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ્સ, નેપાળ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. જ્યારે આફ્રિકામાં મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધશે.


એન્ટિબાયોટિક રજિસ્ટેન્સના કારણે મૃત્યુનું જોખમ શા માટે છે?


સંશોધકોનું કહેવું છે કે આજે એન્ટિબાયોટિકનો વધુ પડતો અને ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે બેક્ટેરિયા પર વધુ દબાણ આવે છે અને સમય જતાં બેક્ટેરિયા વધુ રજિસ્ટેન્સ બની રહ્યા છે. જો આને ટાળવું હોય તો એન્ટીબાયોટીક્સનો ઉપયોગ સમજદારીપૂર્વક અને યોગ્ય રીતે કરવો જોઈએ.


આ ચોંકાવનારો અભ્યાસ શું છે?


આ અભ્યાસ એન્ટિમાઇક્રોબાયલ રજિસ્ટેન્સ પ્રોજેક્ટ પર વૈશ્વિક સંશોધનનો ભાગ છે અને વિશ્વભરમાં તેના પ્રકારનો પ્રથમ અભ્યાસ છે. WHO કહે છે કે આ રજિસ્ટેન્સ સામાન્ય ચેપની સારવારને સમસ્યારૂપ બનાવે છે. કીમોથેરાપી અને સિઝેરિયન જેવા તબીબી હસ્તક્ષેપને તદ્દન જોખમી બનાવે છે. 204 દેશોના 52 કરોડથી વધુ હોસ્પિટલના રેકોર્ડ, વીમા દાવા અને મૃત્યુ પ્રમાણપત્ર જેવા ડેટાને અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા છે. આ માટે આંકડાકીય મોડેલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


અભ્યાસમાં શું બહાર આવ્યું?


આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1990 થી 2021ની વચ્ચે એન્ટિમાઇક્રોબાયલ રજિસ્ટેન્સને કારણે દર વર્ષે 1 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જે ભવિષ્યમાં વધુ વધશે. અભ્યાસના મુખ્ય લેખક કેવિન ઇકુટા કહે છે કે આગામી ક્વાર્ટર સદીમાં 3.90 કરોડ મૃત્યુ થઈ શકે છે. આ હિસાબે દર મિનિટે લગભગ 3 લોકોના મોત થઇ શકે છે. 


બાળકોમાં ઓછું જોખમ છે, વૃદ્ધો પર સૌથી વધુ ખતરો


સંશોધકોનો અંદાજ છે કે બાળકોમાં એન્ટીમાઇક્રોબિયલ રજિસ્ટેન્સના કારણે થતા મૃત્યુ દર વર્ષે ઘટતા રહેશે જે 2050 સુધીમાં અડધો થઈ જશે, જ્યારે વૃદ્ધોમાં મૃત્યુની સંખ્યા સમાન સમયગાળામાં બમણી થઈ શકે છે. છેલ્લા 30 વર્ષની પેટર્ન આ પ્રકારની જાણકારી આપે છે


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.


Myths Vs Facts: લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ખરેખર વજન ઉતરે છે? જાણો શું છે હકીકત