હેલ્થ: વજન ઉતારવા માટે લોકો જિમમાં પરસેવો પાડે છે. ઘરેલુ નુસખાથી માંડીને ફિટનેસ ટ્રેનરની મદદ લે છે પરંતુ લાંબા સમય સુધી વજન ઉતરતું નથી. જાપાનના લોકો ખૂબ સરળતાથી વજન ઉતારે છે. કઇ ટ્રીક છે જાણીએ..

વજન ઉતારવાની આ જાપાનની ખૂબ સરળ રીત છે. આ માટે આપે દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી કરવાની રહે છે. ત્યારબાદ એક કેળાનું સેવન કરવાની સલાહ અપાઇ છે.

કેળા આપના મેટાબોલિજ્મ સિસ્ટમને દુરસ્ત રાખે છે. કેળા પાચનતંત્રને સુધારીને પાચનક્રિયાને ઝડપી બનાવે છે. કેળામાં મોજૂદ ફાઇબર કબજિયાતને દૂર કરે છે. કેળા એક પ્રકારના સ્ટાર્ચથી ભરપૂર છે. તે કાર્બોહાઇટ્રેટના અવશોષણ માટે પણ મદદરૂપ થાય છે.

સ્ટાર્ચ અને હેલ્ધી કાર્બોહાઇડ્રેટથી ભરપૂર આ ડાયટ દિવસભર આપના શરીર પર ચઢતા ફેટને કન્ટ્રોલ કરે છે. સવારે ગરમ પાણી સાથે કેળાનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને પેટ ભરેલું રહે છે.

જાપાની ટિપ્સને ફોલો કરવા માટે સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે ગરમ પાણીનું સેવન કરવું . ત્યારબાદ એક અથવા બે કેળાનું સેવન અડઘા કલાક બાદ કરવું.

દાડમ પણ ડાયટિંગ કરતા લોકો માટે બેસ્ટ ફ્રૂટ છે. દાડમ હિમોગ્લોબિન વધારવી સાથે વજન ઉતારવા માટે પણ કારગર છે. ડાયાબિટિશના દર્દી માટે પણ કારગર છે.