Home Tips FOR Summer :ઉનાળામાં કુલર અને એસી વગર દિવસો પસાર કરવા મુશ્કેલ બની જાય છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે તમારા ઘરને ઠંડુ રાખી શકો છો.


કેટલાક લોકોને ઉનાળાની ઋતુ ગમે છે તો કેટલાક ગરમીના કારણે તેને નાપસંદ કરે છે.  આ ઋતુમાં ગરમીના કારણે લોકો અકળાઇ જાય છે. ઉનાળામાં ઘણા લોકો પોતાના ઘરને ઠંડુ રાખવાના પ્રયત્નો કરે છે, પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક ગરમી એટલું વધુ હોય છે કે, ઘર કૂલ નથી રહેતું. ગરમીના કારણે બાળકો વડીલો અકળાઇ જાય છે. ન તો ઊંઘ કરી શકે છે કે ન તો આરામથી રહી શકે છે.  ઉનાળામાં એસી કે કુલર વગર દિવસો પસાર કરવા ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ આજે અમે તમને એવી ટિપ્સ વિશે જણાવીશું જેને અનુસરીને તમે તમારા ઘરને ઠંડુ રાખી શકો છો. આ ટિપ્સ ફોલો કર્યા પછી તમારે AC અને કુલરની જરૂર નહીં પડે. ચાલો જાણીએ ઘરને ઠંડુ રાખવા માટે આપણે શું કરી શકીએ.


આ રીતે રાખો ધરને કૂલ


ઉનાળામાં ઘરને ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે, નહીં તો લોકો પરેશાન થઈ જાય છે. હવે તમે કુલર અને એસી વગર પણ તમારા ઘરને ઠંડુ રાખી શકો છો. આ માટે તમારે રાત્રે બારીઓ અને દરવાજા ખુલ્લા રાખવા પડશે. જેના કારણે રાત્રે ઠંડી હવા રૂમમાં પહોંચશે અને ઘરમાં ઠંડક થઇ જાય. આ સિવાય તમે સવારે ઘરમાં  ભીનું પોતી કરી શકો છો.


અતિશય ગરમીના કિસ્સામાં, તમારે ઘરની છત પણ ભીની કરવી જોઈએ. આ સિવાય તમારે ગરમ બલ્બની જગ્યાએ CFL અથવા LED લાઇટનો ઉપયોગ કરવો જોઈએ. લાઇટો અને  ઈલેક્ટ્રોનિક ઉપકરણો બંધ રાખો.  આ સિવાય તમે તમારી જાતને કૂલ રાખવા માટે 2 વખત સ્નાન કરી શકો છો. ઠંડુ પાણી પીવું અને તરબૂચ જેવા ફળ ખાવા. આ સિવાય તમે મીઠું અને ખાંડનું દ્રાવણ પી શકો છો અને ઢીલા કોટનના  કપડા પણ ગરમીમાં કમ્ફર્ટ રહે છે.  


ઇન્ડોર પ્લાન્ટ લગાવો



તમે ઘરને અંદરથી કૂલ રાખવા માટે ઇન્ડોર પ્લાન્ટ રાખી શકો છો.  આ ઉપરાંત તેમે શણને ભીને કરીને છત પર  રાખી શકો છો જેથી છત તપની નથી.  ઘરની સામે અથવા બારીઓની સામે વૃક્ષો વાવી શકો છો, તમે ટેરેસ પર પણ કેટલાક છોડ વાવી શકો છો. ઘરમાં જાડા પડદા લગાવી દો જેથી  સૂર્ય પ્રકાશ અંદર ન પ્રવેશે. અને ઘર અંદરથી તપે નહી. જેમ જેમ સૂર્યપ્રકાશ વધવા લાગે છે, . તમે તમારા પલંગની આસપાસ ભીનો સ્કાર્ફ લપેટી શકો છો