આવો ભવ્ય છે વિજય માલ્યાનો કિંગફિશર વિલા, આવતી કાલે થશે હરાજી
કિંગફિશર વિલા ડિલક્સ રિઅલ એસ્ટેટ પ્રોપર્ટી છે. આ ઘરમાં સ્વીમિંગ પુલ, ઇમ્પિરિયલ રૂમ સહિત કુદરતનો નજારો પણ તમે ઘરે બેઠાં-બેઠાં જોઈ શકો છો. અહીં રૂમની બહારની બેઠકમાંથી દરિયાની લહેરોની મજા માણી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘરમાં ત્રણ ગ્રાન્ડ સાઇઝના લક્ઝરી બેડરૂમ, એક મોટો લીવિંગ રૂમ અને એક મોટું ગાર્ડન છે. આ ઘરને માલ્યાએ ખાસ ગોવાની સ્ટાઇલમાં ડિઝાઇન કરાવ્યો છે.
માલ્યા આ વિલામાં એક સમયે વૈભવી પાર્ટી કરતા હતા. આ વિલાની હરાજી માટે રિઝર્વ પ્રાઈસ 85.29 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. યૂનાઈટેડ સ્પિરિટ્સની સાથે લાંબી કાયદાકીય લડા બાદ આ વર્ષે મેમાં વિલાનો કબ્જો બેંકોને મળ્યો હતો.
ભારતના ગોવામાં પણ માલ્યાનો આલીશાન કિંગફિશર વિલા છે જેની હવે હરાજી થવા જઈ રહી છે. આ વિલા કેલાનગ્યૂટ બીચ પર સ્થિત છે. ખાસ વાત એ છે કે આ વિલા રોડથી લઈને બીચ સુધી ફેલાયેલો છે.
માલ્યા પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલ, હાઇ પ્રોફાઇલ પાર્ટીઓ અને એશઆરામ માટે ઓળખાય છે. દુનિયાભરમાં તેમના કેટલાય આલીશાન ઘર અને વિલા છે. તેમાંથી કેટલાક ભારતમાં તો કેટલાક વિદેશોમાં છે.
બેંકોએ બોલી લગાવનારાઓ માટે નિરીક્ષણ માટે 26-27 સપ્ટેમ્બર અને 5-6 ઓક્ટોબર તારીખ રાખી હતી. આ ચાર દિવસમાં અંદાજે અડધા ડઝન જેટલા એકમોએ તેનું નીરિક્ષણ કર્યું હતું.
મુંબઈઃ ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં 17 બેંકોના કન્સોર્ટિયમ આવતી કાલે કિંગફિશર વિલાની હરાજી કરશે. ગોવામાં સમુદ્રની પાસા એવાલ આ પોશ વિલાની માલિકી એક સમયે વિજય માલ્યાની પાસે હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -