દૂધમાંથી મલાઈ નિકાળવી અને તેમાંથી ઘી બનાવવું દરેક સ્ત્રીની પસંદ હોય છે, આનો હેતુ બજારના મિલાવટી ઘી ખાવાથી બચવાનો અને ઘરનું શુદ્ધ દેશી ઘી પોતાના પરિવારને ખવળાવવાનો છે; તેના માટે સ્ત્રીઓ ઘણી મહેનત કરે છે અને દૂધની મલાઈને ઘણા દિવસો સુધી સંભાળીને રાખે છે. અને ઘણી વાર નોંધાયું છે કે જ્યારે આ મલાઈને સરખી રીતે રાખવામાં ન આવે ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ક્યારેક તો મલાઈ માં ફૂગ વળી જાય છે અને તે ખરાબ થઈ જાય છે. આવો તમને એવી ઘરની રીતો વિષે જણાવીએ જેની મદદ થી મલાઈને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને તેમાંથી દુર્ગંધ પણ નથી આવતી.
આ રીતે મલાઈ ખાટી નહીં થાય
જ્યારે પણ મહિલાઓ મલાઈને સ્ટોર કરે છે તો તેને રસોડામાં અલગ રાખે છે. તેને ગરમ જગ્યાએ રાખવાથી, મલાઈ ઝડપથી ખાટી થઈ જાય છે, જેનાથી તે બગડવાનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે મલાઈ સ્ટોર કરો તો તેને ઠંડી જગ્યાએ રાખો. જો તમારા ઘરમાં ફ્રિજ છે તો મલાઈ ફ્રીજમાં રાખો. આના કારણે, તે ખાટી બનશે નહીં અને તેમાં ફૂગ પણ નહીં આવે.
વાસણોને કારણે પણ મલાઈ બગડે છે
તમારા માટે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વાસણો પણ મલાઈ બગડવાનું કારણ બની શકે છે. જો તમે એલ્યુમિનિયમના વાસણમાં મલાઈ રાખો છો, તો તે બગડી શકે છે. મલાઈને રાખવા માટે માટી, કાચ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. આમાં પણ માટીનો વાસણ શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં મલાઈ ઠંડી રહે છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે વાસણ સંપૂર્ણપણે સાફ હોવું જોઈએ, નહીં તો મલાઈ ખાટી થઈ શકે છે.
આ રીતે પણ મલાઈને સ્ટોર કરી શકો છો
જ્યારે પણ મલાઈ ફ્રીજમાં રાખવામાં આવે તો તેને ફ્રીઝરમાં રાખવી જોઈએ. આ માટે એક ડબ્બાનો ઉપયોગ કરો જે સંપૂર્ણપણે એર ટાઇટ હોય. આના કારણે, બહારની હવા મલાઈમાં પ્રવેશશે નહીં અને તે સ્થિર રહેશે. આ વાતનું પણ ધ્યાન રાખો કે મલાઈને વારંવાર ફ્રીજમાંથી બહાર ન કાઢવી જોઈએ. જો તમારે ફેસ પેક વગેરે બનાવવા માટે મલાઇનો ઉપયોગ કરવો હોય તો એકદમ સૂકી અને સ્વચ્છ ચમચી જ વાપરો. મલાઈને ખાટી થતી બચાવવા માટે તેમાં દરરોજ થોડું દૂધ અને નવી મલાઈ ઉમેરવી જોઈએ. ઉપરાંત, તેને ચમચીથી મિક્સ કરવું જોઈએ, જેથી મલાઈ બગડે નહીં.