Lifestyle: વાયગ્રા, જે વૈજ્ઞાનિક રીતે સિલ્ડેનાફિલ સાઇટ્રેટ તરીકે ઓળખાય છે, તે એક એવી દવા છે જેનો ઉપયોગ મુખ્યત્વે ઇરેક્ટાઇલ ડિસફંક્શન ની સારવારમાં થાય છે, જે પુરુષોને જાતીય ઉત્તેજના દરમિયાન ઉત્થાન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તાજેતરના નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વાયગ્રા, જે સામાન્ય રીતે પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર માટે જાણીતી છે, તે હવે અલ્ઝાઇમર રોગના જોખમને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. અલ્ઝાઈમર એક એવો રોગ છે જે ખાસ કરીને વૃદ્ધોમાં જોવા મળે છે, જેમાં વ્યક્તિની યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.


જાણો શું કહે છે સંશોધન


યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોને અભ્યાસ દરમિયાન  જાણવા મળ્યું કે વાયગ્રા લેવાથી અલ્ઝાઈમર થવાનું જોખમ ઘટી શકે છે. તબીબી જર્નલ ન્યુરોલોજીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ,  લગભગ 270,000 પુરુષોના તબીબી રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ તમામ પુરૂષો ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પીડાતા હતા, પરંતુ જેઓ વિયાગ્રા જેવી દવાઓ લેતા હતા તેમને અલ્ઝાઇમર થવાની શક્યતા 18% ઓછી જોવા મળી હતી.


ડિમેન્શિયામાં પણ મદદરૂપ


આ અભ્યાસની ખાસ વાત પહેલાથી અસ્તિત્વમાં રહેલી દવાઓનો ઉપયોગ નવા હેતુઓ માટે કરી શકાય છે, જેનાથી નવી દવાઓ વિકસાવવામાં સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે. અલ્ઝાઈમર રિસર્ચ યુકેના રિસર્ચના વડા ડૉ. લેહ મર્સલિન કહે છે કે આવી પહેલ ડિમેન્શિયાનું કારણ બને તેવા રોગોને રોકવા અથવા સારવાર માટે નવા રસ્તાઓ ખોલી શકે છે.


ડિમેન્શિયા અને અલ્ઝાઈમર


ડિમેન્શિયા એ એવી સ્થિતિ છે જેમાં લોકોની વિચારવાની, યાદ રાખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે, જેનાથી રોજિંદા કાર્યો કરવા મુશ્કેલ બને છે. તે સંખ્યાબંધ પરિબળોને કારણે થઈ શકે છે. અલ્ઝાઈમર રોગ એ ઉન્માદનો સૌથી સામાન્ય પ્રકાર છે, જે મગજના કોષોના ધીમે ધીમે મૃત્યુને કારણે થાય છે. આ વ્યક્તિની યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા પર ઊંડી અસર કરે છે. અલ્ઝાઈમર ધીમે ધીમે આગળ વધે છે અને સમય જતાં તેના લક્ષણો વધુ ખરાબ થાય છે.


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓ અને સૂચનોને અમલમાં મૂકતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.