Glowing skin tips: ચહેરાની સ્કિન ડલ થઇ ગઇ હોય તો બ્લીચ તેમાં ફટાફટ ચમક લાવી શકે છે. જો કે બજારમાં મળતાં બ્લીચ ખૂબ જ હાર્મફુલ અને કેમિકલ યુક્ત હોય છે. ઘરમાં આપ ઓર્ગેનિક નેચરલ બ્લીચ બનાવી શકો છો. જેનું રિઝલ્ટ અદભૂત મળશે.


ચહેરાની સ્કિન ડલ થઇ ગઇ હોય તો બ્લીચ તેમાં ફટાફટ ચમક લાવી શકે છે. જો કે બજારમાં મળતાં બ્લીચ ખૂબ જ હાર્મફુલ અને કેમિકલ યુક્ત હોય છે. ઘરમાં આપ ઓર્ગેનિક નેચરલ બ્લીચ બનાવી શકો છો. જેનું રિઝલ્ટ અદભૂત મળશે.


ઘરમાં જ મોજૂદ કેટલીક વસ્તુઓથી આપ તૈયાર કરી શકે છો બ્લીચ, તેનાથી આપના ચહેરાને ઇન્સ્ટન્ટ નિખાર મળશે. ઘરમાં જ બ્લીચ બનાવવાની ઇચ્છા હોય તો તેના માટે ઘરમાં પપૈયું, દૂધ,બટાટા, બીટ,  અનેલીંબુ હોવું જરૂરી છે. આ પાંચ વસ્તુથી આપ ઘર પર નેચરલ બ્લીચ બનાવી શકો છો. હવે તેને બનાવવાની રીત સમજી લઇએ.


બ્લીચ બનાવવાની રીત


સૌ પ્રથમ પપૈયાના ટૂકડાને ક્રશ કરીને દૂધ સાથે મિક્સ કરી દો. ત્યારબાદ બીટ અને બટાટાના ટૂકડાને સાથે પીસી લો. હવે તેમાં પપૈયા દુધનું મિશ્રણ મિક્સ કરી દો. તેમાં લીંબુનો રસ ઉમેરો, આ બધી જ સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને એ જગ્યાએ લગાવો જ્યાં તમને બ્લીચ કરવા ઇચ્છો છો. આ મિશ્રણને એક સમાન પાતળા લેયરમાં જ લગાવો. પંદર મિનિટ બાદ ફેસ વોશ કરી લો.આ પેસ્ટને વધુ સમય સ્કિન પર રહેવા દેવાથી ખંજવાળની સમસ્યા થઇ શકે છે. જેથી માત્ર 15 મિનિટ જ તેને સ્કિન પર રહેવા દો અને બાદ વોશ કરી લો.


આ પેસ્ટને ક્લિન કરવા માટે કોટનનો ઉપયોગ કરો, આ સાથે ઠંડા પાણી સાથે સારી રીતે સ્કિનને વોશ કરી લો.ત્યારબાદ લાઇટ મોશ્ચરઇઝ ક્રિમ લગાવો.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.