ચીન અને તાઈવાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધના ખતરાની વચ્ચે વિશ્વના અન્ય બે દેશોમાં યુદ્ધ શરૂ થઈ ગયું છે. અઝરબૈઝાન અને આર્મેનિયા વચ્ચે ફરી એકવાર તણાવ શરૂ થયો છે. અઝરબૈઝાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે નાગર્નો-કારાબાખના વિવાદિત ક્ષેત્રની ઘણી ટેકરીઓ પર કબજો કરી લીધો છે. અઝરબૈઝાનના જણાવ્યા અનુસાર, વિવાદિત વિસ્તારમાં આર્મેનિયન સૈનિકોએ તેમના એક સૈનિકની હત્યા કરી ત્યારે તણાવ શરૂ થયો હતો. ઉલ્લેખનીય  આ વિસ્તારમાં રશિયન પીસકીપર્સ પણ તૈનાત છે.


આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયે અઝરબૈઝાનમાં થયેલા હુમલામાં બે સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં 19 આર્મેનિયન સૈનિકો ઘાયલ થયા છે. જેમાંથી 4ની હાલત નાજુક છે. આ વિસ્તારમાં તૈનાત રશિયન પીસકીપીંગ ફોર્સે અઝરબૈઝાની સૈનિકો દ્વારા ત્રણ યુદ્ધવિરામના ઉલ્લંઘનની જાણ કરી છે.


શા માટે શરૂ થયુ બે દેશો વચ્ચે યુદ્ધ?


આ સમગ્ર વિવાદ નાગર્નો-કારાબાખ વિસ્તાર વિશે છે, જે હવે અઝરબૈઝાનમાં આવે છે, પરંતુ હાલમાં આર્મેનિયન સેના દ્વારા કબજો કરવામાં આવ્યો છે. બંને દેશો સોવિયેત યુનિયન (યુએસએસઆર)નો હિસ્સો રહ્યા છે, પરંતુ જ્યારે 80ના દાયકાના અંતમાં યુએસએસઆરનું પતન શરૂ થયું, ત્યાર બાદ બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો. આ સમગ્ર વિવાદ નાગર્નો-કારાબાખ વિસ્તાર માટે છે, જે આર્મેનિયા અને અઝરબૈઝાનના સરહદી વિસ્તાર પર છે. 1991માં પણ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી.


ત્રણ વર્ષના સંઘર્ષ પછી રશિયાએ હસ્તક્ષેપ કર્યો અને 1994 માં યુદ્ધવિરામ થયો. અત્યારે આ વિસ્તાર અઝરબૈઝાનમાં આવે છે, પરંતુ ત્યાં આર્મેનિયાના ભાગના લોકો વધુ છે, તેથી આર્મેનિયન સેનાએ તેને કબજે કરી લીધો છે. આ સમગ્ર વિસ્તાર પર્વતીય છે, જ્યાં તણાવની સ્થિતિ યથાવત છે. વર્તમાન તણાવ 2018 માં શરૂ થયો હતો, જ્યારે બંને સેનાઓએ સરહદને અડીને આવેલા વિસ્તારમાં તેમની સેના વધારી હતી.


આર્મેનિયા અને અઝરબૈઝાન પાડોશી દેશો છે, જે એશિયામાં આવે છે. બંને ભૂતકાળમાં સોવિયેત સંઘનો હિસ્સો રહી ચૂક્યા છે અને યુરોપની ખૂબ નજીક છે. ભારતથી લગભગ ચાર હજાર કિ.મી. આર્મેનિયા અને અઝરબૈઝાન ઈરાન અને તુર્કીની વચ્ચે આવેલા છે.