Breast Feeding Week:સાત ઓગસ્ટ સુધી બ્રેસ્ટ ફિડિંગ વીક ચાલી રહ્યું છે. જેમાં બ્રેસ્ટ ફીડ વિશે અવેરનેસ વધારવામાં આવે છે. બ્રેસ્ટ ફિડિંગ કેટલું જરૂરી છે. આ રીતે સમજીએ,,


જે માતા બાળકને બ્રેસ્ટ ફીડ આપે છે, તે તેના બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, પરંતુ તે પોતાની જાતને ઘણી મોટી બીમારીઓથી પણ બચાવે છે. આટલું જ નહીં, માતા બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન હેપ્પી હોર્મોન્સ પણ રિલિઝ કરે છે, જેનાથી તે માનસિક રીતે સારું અનુભવે છે. સ્તનપાન એ માતા અને બાળક વચ્ચેની સૌથી ભાવનાત્મક અને સ્વસ્થ પ્રવૃત્તિ છે.  જેના માત્ર ફાયદા છે. જાણો જે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે તેને શરીરને  શું ફાયદો  થાય છે.


હેપ્પી હોર્મોન માટે બ્રેસ્ટ ફીડ


ખરેખર બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન પ્રોલેક્ટીન હોર્મોન રિલિઝ થાય છે, જે હેપ્પી હોર્મોનની શ્રેણીમાં આવે છે. પ્રોલેક્ટીન હોર્મોનથી હળવાશની લાગણી છે અને પોષણની સંવેદના છે. સ્તનપાનમાં ઓક્સીટોસિન હોર્મોન પણ બહાર આવે છે, જે બાળક અને માતા વચ્ચે પ્રેમની ભાવના વધારે છે અને મજબૂત બંધન બનાવે છે.


વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ


 બાળક થયા પછી, સ્ત્રી વજન ઘટાડવાની સૌથી વધુ ચિંતા કરે છે. જો તમે સગર્ભાવસ્થા દરમિયાન 10-15 કિલોના વધેલા વજનને ઘટાડવા માંગતા હોવ તો સ્તનપાન એ પ્રથમ પગલું છે. ખવડાવવાથી વધુ કેલરી બર્ન થાય છે અને વજન ઘટે છે.


કેન્સરનું જોખમ ઘટે છે


 ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે, જે મહિલાઓ બાળકોને સ્તન પીવડાવે છે તેમને સ્તન અને અંડાશયના કેન્સર થવાની શક્યતા ઓછી હોય છે. આ સિવાય બ્રેસ્ટ ફીડ ડાયાબિટીસ, બીપી અને હાર્ટ સંબંધિત બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.


પ્રસૂતિ પછીના રક્તસ્રાવમાં રાહત


 સ્તનપાન પછીના રક્તસ્રાવમાં પણ રાહત આપે છે. બાળકને જન્મ આપ્યા પછી ઘણા મહિનાઓ સુધી જે રક્તસ્ત્રાવ થાય છે, તે બ્રેસ્ટ ફિડિંગથી  ઘટે છે. ઉપરાંત, જો બાળકને પૂરો સમય બ્રેસ્ટ ફીડ પર રાખવામાં આવે તો તે સમય દરમિયાન પીરિયડ્સ પણ ઓછા આવે છે.


ઓક્સીટોસીન હોર્મોન રીલીઝ


સ્તનપાન દરમિયાન ઓક્સીટોસીન હોર્મોન રીલીઝ થાય છે જે મોટા થયેલ ગર્ભાશયને સામાન્ય આકારમાં લાવવામાં મદદ કરે છે. આ સાથે, આ સમય દરમિયાન ગર્ભાશયના સામાન્ય આકારમાં ઓછું સંકોચન થાય છે, જેના કારણે લોહીની ઉણપ પણ ઓછી થાય છે.


પોસ્ટ પાર્ટમ ડિપ્રેશનથી બચાવો


બાળક થયા પછી ઘણી સ્ત્રીઓને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD આવવાની શકત્યતા  હોય છે અને સંશોધન દર્શાવે છે કે જો તે બાળકને ફિડિંગ કરાવે છે, તો ડિપ્રેશન ઘટે છે. માતા અને બાળકનું બોન્ડિંગ સારું બને છે અને તેનાથી સકારાત્મકતા આવે છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.