મુંબઈ: થોડા દિવસો પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી પિરામલે પોતાના મુંબઈના ઘરમાં એક ઓક્શન ઈવેન્ટ રાખી હતી જેમાં અંબાણી પરિવારના સભ્યોની સાથે-સાથે મોટી સંખ્યામાં બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ હાજર રહ્યાં હતાં. અનિલ કપૂર, સોનમ કપૂરથી માંડીને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, કરિશ્મા કપૂર, નેહા ધૂપિયા અને ભૂમિ પેંડનેકર જેવા સ્ટાર્સ પર આ ઈવેન્ટમાં શામેલ થયા હતાં.
આ દરમિયાન અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા અંબાણી બ્લેક કલરના ડ્રેસમાં અત્યંત ગ્લેમરસ જોવા મળી હતી. શ્લોકાનો આ ડ્રેસ જોવા ભલે ગાઉન જેવો દેખાય પણ તે એક જમ્પશૂટ હતો જેમાં મિક્સ લુક જોવા મળતો હતો. શ્લોકાનો ડ્રેસ જાણીતા ડિઝાઈનર Elie Saabએ ડિઝાઈન કર્યો હતો. તમામ સેલેબ્સ વચ્ચે શ્લોકા અંબાણી ચર્ચાનો વિષય બની હતી.
પોતાના આ ડ્રેસને શ્લોકાએ બ્લેક કલરની પીપ-ટો હીલ્સ અને ડાયમંડ ઈયરરિંગ્સની સાથે ટીમઅપ કરી પહેર્યો હતો. પરંતુ ડ્રેસથી વધુ શ્લોકાની હેન્ડબેગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. શ્લોકાએ પોતાના આ બ્લેક લુકની મોનોટની બ્રેક કરવા માટે એક કલરફૂલ બૂમબોક્સ શેપ્ડ હેન્ડબેગ કરી રાખી હતી.
આ બેગ જાણીતા અમેરિકન ફેશન ડિઝાઈન Judith Leiber દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી. આ બેગની કિંમતની વાત કરીએ તો Judith Leiber કૂટિયોરની આ બ્રૂકલિન મૂકી બૂમબોક્સ બેગ 6,295 ડોલરની છે જેની ભારતીય કરન્સી પ્રમાણે કિંમત 4.50 લાખ રૂપિયા થાય છે.
અંબાણી પરિવારની વહુ શ્લોકાના આ નાના પર્સની કિંમત જાણીને તમે ચોંકી જશો, જાણો વિગત
abpasmita.in
Updated at:
27 Dec 2019 10:14 AM (IST)
અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા અંબાણી બ્લેક કલરના ડ્રેસમાં અત્યંત ગ્લેમરસ જોવા મળી હતી. શ્લોકાનો ડ્રેસ જાણીતા ડિઝાઈનર Elie Saabએ ડિઝાઈન કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -