વિશ્વમાં આશરે 80 વર્ષ સુધી ડાર્ક, મિલ્ક અને વ્હાઇટ ચોકલેટનો ટ્રેન્ડ રહ્યો છે. પરંતુ હવે તેમાં પીન્ક ચોકલેટનો ઉમેરો થયો છે. જો તમને ડાર્ક ચોકલેટ થોડી કડવી લાગતી હોય તો પિન્ક ચોકલેટનો સ્વાદ માણો. રુબી કોકોમાંથી બનતી પીન્ક ચોકલેટ નેચરલ રોઝી સ્વાદ અને ફ્લેવર માટે જાણીતી બની છે.


સ્વીસ ચોકલેટ કંપનીએ રુબી કોકો બિન્સમાંથી કૃદરતી પિન્ક ચોકલેટ બનાવી હોવાનો દાવો કર્યો છે. રૂબી કોકોમાંથી આ નવા પ્રકારની ચોકલેટ બનાવવા માટે વર્ષો સુધી સંશોધન થયું છે. ડાર્ડ ચોકલેટમાં 70 ટકા અથવા તેનાથી વધુ કોકો સોલિડ હોય છે અને બાકીનો ભાગ કોકો બટર અને શ્યુગરનો હોય છે. પીન્ક ચોકલેટમાં કોકો સોલિડ, કોકો બટર અને શ્યૂગર હોય છે.

નેચરલ ફ્લેવર અને કલર

પરંપરાગત ચોકલેટની સરખામણીમાં પિન્ક ચોકલેટમાં પોલિફેનોલ્સની માત્રા વધુ હોય છે. તેના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન રુબી કોકો બીન્સમાં રહેલા ફ્લેનોલ્સને ફાઇનલ પ્રોડક્ટમાં પણ જાળવી રાખવામાં આવે છે. ખાસ ફર્મેન્ટેશન પ્રોસેસને કારણે નેચરલ ફ્લેવર અને કલર જળવાઈ રહે છે. આ બાબતમાં તે ડાર્ક ચોકલેટ કરતાં ચડિયાતી છે.

કૃત્રિમ એડિટીવ્સનો ઓછો ઉપયોગ

ડાર્ક ચોકલેટની લાભ અંગે ઘણી જાણકારી ઉપલબ્ધ છે. મિલેનિયન પીન્ક ચોકલેટના ઉત્પાદનમાં કૃત્રિમ એડિટીવ્સનો ઉપયોગ થતો નથી. તેમાં પ્રિઝર્વેટિવ કે બીજી ફ્લેવરનો પણ ઉપયોગ થતો નથી. બ્રાઝિલ, ઇક્વાડોર અને આઇવરી કોસ્ટના રુબી કોકો મારફત નેચરલ કલર મેળવવામાં આવે છે. બેરી ટોન સાથે તેનો સ્વાદ પણ અલગ છે. તેનાથી ઓછા સ્વીટનર્સનો ઉપયોગ થાય છે.



ખુશીની લાગણીમાં વધારો

કોકોથી એન્ડોર્ફિન નામના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે તેનાથી ખુશીના લાગણીમાં વધારો થાય છે. પીન્ક ચોકલેટ મગજમાં સેરોટોનના પ્રમાણમાં વધારો કરે છે. આ બંનેની શરીરને પોઝિટિવ અસર થાય છે.

ભરપૂર પોષક તત્વો

ચોકલેટમાં આયર્ન, કેલ્શીયમ, પોટેશિયમ અને વિટામીન એ, બીવન, સી, ડી અને ઇ જેવા પોષક તત્વો હોય છે.

હૃદયની તંદુરસ્તી

રોમાંસમાં વધારો કરવા ઉપરાંત પણ ચોકલેટ હૃદયની તંદુરસ્તી માટે લાભદાયી છે. ચોકલેટથી બ્લડ પ્રેશર કાબુમાં રહે છે અને લોહીનું પરિભ્રમણ સરળ બને છે. ચોકલેટનું ફેનલીક્સ નામનું તત્વ હાર્ટના પમ્પની કામગીરી સરળ બનાવે છે. ચોકલેટથી કોલેસ્ટેરોલ વધતું હોવાની બાબત ખોટી પુરવાર થઈ છે, કારણ કે કોકોમાં કોલેસ્ટેરોલ હોતું નથી.

એન્ટીઓક્સીડેન્ટના લાભ

કોકોમાં વિવિધ પ્રકારના એન્ટિક્સીડેન્ટ હોય છે. તેને પોલિફેનોલ્સ કહેવામાં આવે છે. તે ફ્રી રેડિકલથી થયેલા નુકસાન સામે લડવા માટે શરીરમાં નવા કોષનું નિર્માણ કરે છે. પ્રદૂષણ, સ્ટ્રેસ, અપૂરતો આહાર, આલ્કોહોલ, ધ્રુમ્રપાન વગેરેથી શરીરમાં ફ્રી રેડિકલ ઉત્પન્ન થાય છે.



મેગ્નેશીયમના લાભ

પિન્ક ચોકલેટમાં કોકો સોલિડનું પ્રમાણ વધું હોય છે. કોકો સોલિડ મેગ્નેશીયમનો કુદરતી સ્રોત છે. ચોકલેટમાં મેગ્નેશીયમનું ઊંચું પ્રમાણ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ અને હાઇપરટેન્શનમાં લાભદાયક છે.

થકાવટ સામે લડત

ચોકલેટ થકાવટને દૂર કરીને ઊર્જાનો સંચાર કરે છે. તેથી સમયાંતરે ચોકલેટ ખાવાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. ડાયટ કરતાં લોકો માટે તે રાહતજનક બને છે.