નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલી તસ્કરીનો રોકવા ભારત સરકાર એક મોટો પ્લાન બનાવી રહી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ બુધવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર સંસદમાં સૌથી મજબૂત તસ્કરી રોધી વિધેયક લાવવાની તૈયારીમાં છે. ઇરાનીએ શાંતિ માટે નૉબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્તી દ્વારા આયોજિત લોરેટ્સ એન્ડ લીડર્સ ફૉર ચિલ્ડ્રન શિખર સંમેલનમાં મહિલાઓ અને બાળકો સંબંધી મહામારી સંકટ પર ભારતની પ્રતિક્રિયા વિશે પોતાના વિચારો રજૂ કરતા આ વાત કહી હતી.
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, મહિલાઓ અને સજજ્નો, જેવા કે આપણે કહીએ છીએ, આપણે મહિલા તથા બાળક વિકાસ મંત્રાલયમાં વર્તમાનમાં મહિલાઓ અને બાળકોની તસ્કરી પર સૌથી મજબૂત કાયદો સંસદમાં રજૂ કરવાની કવાયત કરી રહ્યાં છીએ. તેમને ચાઇલ્ડ પૉર્નોગ્રાફી અને બાળ સંરક્ષણ પર કાયદાની સૂચિબદ્ધ કર્યો છે.
ભારતમાં તસ્કરી અને શોષણ અંગે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, 25 માર્ચથી 31 માર્ચની વચ્ચે મહિલાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા સંબંધિત ફરિયાદોમાં વધારો નોંધાયો છે. આ રિપોર્ટમાં ભારતની સાથે અન્ય ગરીબ દેશોની હાલતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ભારત સહિત મોટાભાગના દેશોમાં બેરોજગારીને લઇને લોકોની દુર્દશા ઉજાગર કરવામાં આવી છે.
ભારત સરકાર દેશમાં વધી રહેલી તસ્કરીઓ રોકવા મજબૂત કાયદો લાવવાની કરી રહ્યું છે તૈયારી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2020 12:36 PM (IST)
દેશમાં વધી રહેલી તસ્કરીનો રોકવા ભારત સરકાર એક મોટો પ્લાન બનાવી રહી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ બુધવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર સંસદમાં સૌથી મજબૂત તસ્કરી રોધી વિધેયક લાવવાની તૈયારીમાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -