નવી દિલ્હીઃ હવામાન વિભાગે કહ્યું કે, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભ, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાયલસીમા અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં કેટલાક સ્થળો પર આગામી 12 કલાક દરમિયાન વીજળીના ચમકારા સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દિલ્હીમાં હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી અને શહેરના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.


હવામાન વિભાગ અનુસાર આગામી ચાર પાંચ દિવસ દરમિયાન ભારતમાં વધુમાં વધુ વરસાદ પડવા અને કેટલીક જગ્યાએ વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ જગ્યાએ પણ એક્ટવિ છે ચોમાસુ

બુધવારે લક્ષદ્વીપના મોટાભાગના સ્થળો પર, અંડમાન અને નિકોબાર દ્વીપ ટાપુ, ઝારખંડ, રાયલસીમા અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક સ્થળો પર વરસાદ પડવાની શક્યતા છે.

ઓડિશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દક્ષિણ કર્ણાટકમાં કેટલાક સ્થળો પર વરસાદ પડ્યો જ્યારે અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ અને ગોવા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્તાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશના કિનારાના વિસ્તાર અને તેલંગાનાના કેટલાક સ્થળો પર વરસાદ પડશે.