White Beard: આજકાલ  નાની ઉંમરે જ   સફેદ વાળ  થવા લાગે છે. કેટલાક લોકો આ વાળની સફેદી છુપાવવા માટે બજારના કેટલાક એવા પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જે વધુ લાંબા ગાળે વધુ નુકસાનકારક સાબિત થાય છે.


સફેદ વાળ એ વધતી જતી ઉંમરના સંકેત છેપરંતુ આજકાલ 25થી 30ની વય વચ્ચે પણ યંગસ્ટર્સમાં આ સમસ્યા મોટાભાગે જોવા મળે છે.  અકાળે સફેદ વાળ એ બદલતી લાઇફસ્ટાઇલનું કારણ છે. ખરાબ આહારશૈલી અને અનિયમિત જીવનશૈલી તેનું મુખ્ય કારણ છે.


અકાળે સફેદ વાળ માટે આ કારણો જવાબદાર


આજકાલ સ્પર્ધા એટલી વધી ગઇ છે કે, લોકો તેની ક્ષમતાથી વધુ પ્રાપ્ત કરવાની દોડમાં લાગી જાય છે. જેના કારણે તણાવ વધી જાય છે. આ તણાવની અસર શરીર પર થયા વિના નથી રહેતી. આ કારણે નાની ઉંમરે જ વાળ સફેદ થવા લાગે છે. આ માટે તણાવથી મુક્તિ મેળવવા યોગ,. ધ્યાન અને ચિંતામુક્ત રહેવાનો પ્રયાસ કરવો જરૂરી બની જાય છે.


શરીરમાં મેલેનિની કમી


મેલેનિન શરીરમાં જોવા મળતું પિંગમેન્ટ છે. જે શરીરમાં હેર, સ્કિન, આંખની હેલ્થને બનાવી રાખે છે. તેની કમી જ્યારે શરીરમાં થવા લાગે છે. તો દાઢી સફેદ થવાનું શરૂ થઇ જાય છે. એટલા માટે ડાયટમાં ગ્રીન વેજિટેબલ અને બેરીઝનો સમાવેશ કરવો જોઇએ.


સ્મોકિંગ ડ્રિન્કિંગ બને છે કારણભૂત


સ્મોકિંગ અને ડ્રિંકિંગ સફેદ વાળનું કારણ બને છે. જેના કારણે બ્લડ વેસેલ્સ સંકોચાઇ જાય છે. જેના કારણે રક્તસંચારમાં અવરોધ ઉભો થાય છે અને વાળ સફેદ થવા લાગે છે.


પોષકતત્વોની કમી


આજકાલ યંગસ્ટર્સનું ફેવરિટ ફૂડ ફાસ્ટ ફૂડ છે. અનિયમિત અને અસ્તવ્યસ્ત આહાર શૈલી સફેદ વાળ માટે કારણભૂત છે. પોષકતત્વોની કમીના કારણે ઝડપથી કાળા વાળ સફેદ થવા લાગે છે. આ સ્થિતિમાં કોશિશ કરો કે, ડાયટમાં જરૂરી પોષકતત્વોને સમાવેશ કરવામાં આવે છે. કેટલીક આદતો બદલી દેવાથી અને નિયમિત જીવનશૈલીને અનુસરવાથી આપ અકાળે સફેદ થતાં વાળને રોકી શકો છો.


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને કેટલી માહિતીના આધારે લેવામાં આવી છે. Abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માહિતીની પુષ્ટી કરતું નથી. આ સૂચનને અમલી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.