ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે 14 જિલ્લાની 93 બેઠકો પર બાકીના ઉમેદવારો ફોર્મ ભરશે. બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં અંદાજીત 900થી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે આજે બાકીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેટકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચની ટીમે ઉમેદવારી ફોર્મની સ્ક્રુટીની કરી દેવાઈ છે. અને સ્ક્રુટિની બાદ 999 ઉમેદવારી ફોર્મ માન્ય છે. જો કે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ચૂંટણી લડનાર ઉમેદવારોનો ફાઈનલ આંકડો આજે જાહેર થતા ચિત્ર સ્પષ્ટ થશે.
બીજા તબક્કાની 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યાર બાદ 18 નવેમ્બરે ફોર્મની સ્ક્રુટિની થશે. અને 21 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જો કે બુધવાર સુધીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 900થી વધુ ફોર્મ ભરાયા છે અને એક જ ઉમેદવારના ત્રણથી ચાર ફોર્મ ભરાયા છે. જ્યારે એક જ બેઠક પર એક જ પક્ષમાંથી એકથી વધુ ઉમેદવારના ફોર્મ પણ ભરાયા છે. અમદાવાદ શહેરની 16 અને ગ્રામ્યની પાંચ સહિત 21 બેઠકો માટે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા ભાગના ઉમેદવારોએ ફોર્મ ભરી લીધા છે. ત્યારે આજે કેટલા ફોર્મ ભરાયા તેનો ફાઈનલ આંકડો જાહેર થશે.
Gujarat Election 2022: અમદાવાદની આ બેઠક પર કોંગ્રેસમાં કકળાટ, કોર્પોરેટરે અપક્ષ ઉમેદવારી કરવાની કરી જાહેરાત
Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણી માટે જ્યારથી ઉમેદવારોના નામ જાહેર થયા છે ત્યારથી રાજકીય પાર્ટીઓમાં વિવાદ સામે આવવા લાગ્યા છે. દાણીલીમડા બેઠક ઉપર કોંગ્રેસના કોર્પોરેટરે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. કોર્પોરેટર જમના વેગડા ગુરુવારે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. દાણીલીમડા બેઠક ઉપર અગાઉ પણ મહિલા કોર્પોરેટર દાવેદારી કરી ચુક્યા હતા. કોંગ્રેસ પક્ષે શૈલેષ પરમારને ઉમેદવાર જાહેર કરતા જમના વેગડા અપક્ષ ઉમેદવારી કરશે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ તાંત્રિક વિદ્યાના બહાને વિવાદમાં સપડાયા હતા જમના વેગડા. હવે ફરી તેઓ વિધાનસભાની ચૂંટણી લડવાને લઈને ચર્ચામાં આવ્યા છે.
કોંગેસે વધુ એક યાદી કરી જાહેર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસે વધુ 37 ઉમેદવારોના નામથી જાહેરાત કરી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે કોંગ્રેસે 4 સિટિંગ એમએલએની ટિકિટ આપવામાં આવી છે