રિલેશનશિપમાં રહેલા દરેક છોકરા અને છોકરીના મનમાં એક પ્રશ્ન તો હોય છે કે શું તેમનો પાર્ટનર તેમની સાથે લગ્ન કરશે કે નહીં? આ સ્થિતિમાં, છોકરી હિય કે છોકરો બંને હંમેશા આ બાબતને લઈને મૂંઝવણમાં રહેતા હોય છે. જો તમે પણ જાણવા માગો છો કે તમારો પાર્ટનર તમારી સાથે લગ્ન કરવા માંગે છે કે નહીં, તો આ સમાચાર ખાશ તમારા માટે જ છે.

 

તમારો પાર્ટનર તમારી સાથે લગ્ન કરવા માંગે છે કે નહીં તે જાણો 

આજે અમે તમને એવી ટિપ્સ વિશે જણાવીશું, જેને અનુસરીને તમે પણ એ જાણી શકો છો. ચાલો જાણીએ આ યુક્તિઓ વિશે. ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના સંબંધોમાં દલીલો, શંકાઓ અને નાના ઝઘડા થવા એ સામન્ય બાબત છે. પરંતુ જો તમે આ સંબંધને પૂરી ઈમાનદારીથી જાળવી રાખશો તો તમે જીવનભર ખુશ રહી શકશો.

 

ભવિષ્ય સાથે સંબંધિત વસ્તુઓ

જો તમારો પાર્ટનર તમારી સાથે લગ્ન કરવા માંગે છે, તો તે તમારી સાથે ભવિષ્ય વિશે વાત કરશે અથવા તેના શબ્દો સૂચવે છે કે તે તેની આખી જીંદગી તમારી સાથે રહેવા માંગે છે, તો તેનો અર્થ એ પણ છે કે તે તમારી સાથે લગ્ન કરવા માંગે છે.

 

પરિવારને મડવું 

જો તમારો પાર્ટનર તમને તેના પરિવાર સાથે પરિચય કરાવે અથવા દર અઠવાડિયે કે મહિનામાં એકવાર તો તે તમને તેના ઘરે લઈ જાય, તો સમજી લો કે તેને તમારી સાથે લગ્ન કરવામાં રસ છે. આટલું જ નહીં, જો તમારા પાર્ટનરએ તેના ભાઈ-બહેન અથવા મિત્રોને તમારા સંબંધ વિશે કહ્યું છે, તો તેનો અર્થ એ છે કે તે તમને ક્યારેય અધ-વચ્ચે નહીં છોડે, પરંતુ તમારી સાથે લગ્ન કરશે અને જીવનભર સાથે રહેશે. 

 

ઘરની બાબતો પર તમારો અભિપ્રાય જાણવો

જો તમારો પાર્ટનર તમને દરેક નાની-મોટી વાત કહે છે, જો તે તમને તેના પરિવારની સારી અને ખરાબ તમામ વાતો પહેલાથી જ કહે છે, તો તેનો અર્થ એ પણ છે કે તે તમારી સાથે લગ્ન કરવા માંગે છે. જો તમારો પાર્ટનર ઘરની બાબતો પર તમારો અભિપ્રાય પૂછે છે અથવા તેના પૈસા કેવી રીતે ખર્ચવા તે તમારા પર છોડી દે છે, તો તે ભવિષ્યમાં તમારા જીવનસાથી બનવા માંગે છે.

 

જીવનસાથી લગ્ન કરવા માંગતો નથી તેના સંકેત 

જો તમારો પાર્ટનર દરેક નાની-નાની વાતને લગ્ન તરફ વાળે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે તે તમારી સાથે લગ્ન કરવા માંગે છે. જો ભવિષ્યની યોજનાઓની વાત આવે ત્યારે તમારો પાર્ટનર હંમેશા વિષય બદલી નાખે અથવા ભવિષ્ય સાથે જોડાયેલી બાબતો પર લડવાનું શરૂ કરે તો સાવચેત રહો. આનો સ્પષ્ટ અર્થ છે કે તે ભવિષ્યમાં તમારી સાથે લગ્ન કરવા માંગતો નથી.

 

નકારાત્મક વાતો 

જો તમારી વારંવાર વિનંતી કરવા છતાં તમારો પાર્ટનર તમને તેના પરિવારને મળવા ન લઈ જાય, તો તે લગ્ન કરવા માંગતા ન હોવાનો સંકેત પણ છે. જ્યારે પણ લગ્નની વાત આવે ત્યારે તમારો પાર્ટનર નેગેટિવ બોલવાનું શરૂ કરે તો તમારે સમજી લેવું જોઈએ કે તેને રસ નથી. આ બધી ટિપ્સની મદદથી તમે સરળતાથી જાણી શકશો કે તમારો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તમારી સાથે લગ્ન કરવા માંગે છે કે નહીં.