Oil for Your Face: સ્કિને ગ્લોઇંગ કરવામાં અને ત્વચા પરના ડાઘ-ધબ્બા દૂર કરવામાં આ તેલ ખૂબ જ કારગર છે. જાણીએ કેવી રીતે ઉપયોગ કરવાથી સ્કિન પર નેચરલ ગ્લો બની રહે છે.


 બેહદ ગુણકારી બદામ તેલ ન માત્ર ખાવામાં જ પરંતુ તે સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સૌંદર્ય વર્ધક પણ છે. બદામનું તેલ સ્કિન માટે ખૂબ જ ઉપકારક છે. બદામના તેલમાં વિટામિન A,E,D, કેલ્શિયમ, પોટેશિયમ,જિંક, આયરન, મેગેનિઝ, ફાસ્ફોરસ અને ઓમેગા-3, ફેટી એસિડ, ભરપૂર માત્રામાં મોજૂદ હોય છે. બદામના તેલના આ ગુણ સ્કિનની સમસ્યા માટે ખૂબ ઉપયોગી છે.


ત્વચાની કરચલીઓ કરશે દૂરજો આપના ચહેરા પર કરચલીઓ આવવાની શરૂઆત થઇ ગઇ હોય તો બદામના તેલમાં નારિયેળ તેલ અને એલોવેરા મિક્સ કરીને મસાજ કરો. ડ્રાયનેસ ઓછી થવાની સાથે-સાથે ધીરે ધીરે ફાઇન લાઇન્સ પણ જતી રહેશે.


ડાર્ક સર્કલને દૂર કરે છેઊંઘ પુરી ન થવાથી આંખની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે. આ માટે મધમાં બદામ તેલ મિકસ કરીને રાત્રે ચહેરા પર લગાવો. આપ ગુલાલજળ સાથે બદામનું તેલ મિકસ કરીને રાત્રે મસાજ કરો. સવારે ફેસ વોશ કરી લો, રિઝલ્ટ જોવા મળશે.


હેર કેર ટિપ્સ


શિયાળાની સિઝનમાં હેર ફોલ ડૈંડ્રફની સમસ્યા સામાન્ય છે. મોટા ભાગના લોકોને આ ફરિયાદ રહેતી હોય છે. શિયાળાની સિઝન વાળનું મોશ્ચર ઉડી જાય છે અને વાળ સૂકા અને બેજાન બની જાય છે. આ સમયમાં ખોળાની સમસ્યા પણ રહે છે. તો આયુર્વેદિક ટિપ્સ અપનાવીને આપ આ સમસ્યાને દૂર કરી શકો છો.


આંબળા વાળ માટે રામબાણ ઇલાજ છે. શિયાળાની ઋતુમાં તો ખાસ દરરોજ આંબળાનું સેવન કરો, સવારે આંબળાનું જ્યુસ પીવું પણ વાળ માટે ઉત્તમ છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે અને મજબૂત બને છે,


તલનું સેવન પણ વાળ માટે ઉપકારક છે. તલમાં એવા પોષકતત્વો છે, જે વાળને સાઇની અને મુલાયમ બનાવે છે. તેલના સેવનથી વાળ ખરવાની સમસ્યાના પણ દૂર થાય છે. આપ તલને લાડુ કે ચિક્કીના રૂપે પણ ખાઇ શકો છો.



શરીરની જેમ વાળને પણ પોષણની જરૂર હોય છે. ફેશન અને જુદી જુદી હેરસ્ટાઇલ માટે લોકો તેલ લગાવવાનું અવોઇડ કરે છે. જેના કારણે ડૈંડ્રફની સમસ્યા પણ થાય છે, શિયાળની સિઝનમાં ખાસ વાળમાં તેલ લગાવો મસાજ કરો.



 


આ પણ વાંચો..........


CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી


IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ


નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............


વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા


UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા