Sleeping with socks: મોજાં પહેરીને (Sleeping with socks)સૂવું હંમેશા ફાયદાકારક ( benefits)હોતું નથી ઇન્ટરવેંશનલ પલ્મોનોલોજી એન્ડ સ્લીપ મેડિસિન, યશોદા હોસ્પિટલ હૈદરાબાદના કન્સલ્ટન્ટ ડૉ. વિશ્વેશ્વરન બાલાસુબ્રમણ્યમએ જણાવ્યું હતું કે અમુક પરિસ્થિતિઓમાં તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. “ખૂબ જ ટાઈટ મોજાં પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન (blood circulation)બગડી શકે છે અને તે હાનિકારક બની શકે છે.


દેશનો ઉત્તર ભારતમાં હાલમાં તીવ્ર ઠંડી ચાલી રહી છે. અને તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આથી, ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો, જેકેટ્સ અને મોજા સહીતના પર્યાપ્ત ગરમ વસ્ત્રો પહેરવા જરૂરી છે. જો કે રાત્રે ગરમ અને આરામ દાયક રીતે સુવા માટે, ઘણા લોકો તેમના મોજા પહેરીને સુવે છે. પરંતુ, શું તે સ્વાસ્થ્ય પ્રદ કહેવાય? એક્સપર્ટસ જેમણે પથારીમાં મોજાં પહેરવાના સારા અને ખરાબ વિશે સમજાવ્યું. તેઓએ સમજાવ્યું કે સૂતી વખતે મોજા પહેરવાએ સામાન્ય છે અને વ્યક્તિને વધુ સારી રીતે ઊંઘવામાં મદદ કરે છે, કારણ કે ઠંડા પગ રક્તવાહિનીઓને સંકુચિત કરે છે અને પરિભ્રમણ ઓછું કરે છે.


સિનિયર સલાહકાર, ઇન્ટરનલ મેડિસિન, ફોર્ટિસ હોસ્પિટલ, કનિંગહામ રોડ, બેંગ્લોરના ડૉ. આદિત્ય એસ ચોટીએ જણાવ્યું હતું કે, ” તમારા પગને સુરક્ષિત રાખવા માટે શિયાળામાં રાત્રે મોજાં પહેરવા એ સારી ટેવ છે. સ્ત્રીઓને મુખ્ય તાપમાનને ઠંડુ કરવા માટે તે મદદરૂપ થઇ શકે છે. તે પગની હીલ ક્રેકને પણ સુધારે છે અને પરિભ્રમણ વધારવા માટે જાણીતું છે.


શું છે ફાયદા?


1. મોજાં પહેરીને સૂવાના અનેક સ્વાસ્થ્ય લાભ છે. અહીં તેમાના કેટલાક આપેલા છે:
2. ખાસ કરીને શિયાળામાં સૂતા પહેલા મોજાં પહેરવાનો મુખ્ય ફાયદો એ છે કે તે તમારા શરીરને ગરમ રાખે છે.
3. તે તમારા પગને ડ્રાય થવાથી અને સ્કિને ડ્રાય થતા બચાવે છે.
4. પથારીમાં મોજાં પહેરવાથી પગમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ત્વચામાંથી ગરમી ઓછી થાય છે, જે શરીરનું મુખ્ય તાપમાન ઘટાડવામાં મદદ કરે છે. પરિણામે, વ્યક્તિ ઝડપથી ઊંઘી શકે છે.


પ્રતિકૂળ અસરો:


ઇન્ટરવેંશનલ પલ્મોનોલોજી એન્ડ સ્લીપ મેડિસિન, યશોદા હોસ્પિટલ હૈદરાબાદના કન્સલ્ટન્ટ ડૉ. વિશ્વેશ્વરન બાલાસુબ્રમણ્યમએ જણાવ્યું હતું કે,તમારા મોજાં પહેરીને સૂવું હંમેશા ફાયદાકારક હોતું નથી અને અમુક પરિસ્થિતિઓમાં તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. “ખૂબ જ ટાઈટ મોજાં પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન બગડી શકે છે અને તે હાનિકારક બની શકે છે. વધુમાં, મોજાંની યોગ્ય સ્વચ્છતાની ખાતરી ન કરવાથી પ્રતિકૂળ પરિણામો આવી શકે છે.”