કોરાના મહામારી સંબંધિત લોકડાઉનથી ઓટો ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. કોરોનાના કારણે લોકોની આવકમાં ઘટાડો થયો અને નોકરીમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. તેથી કારના વેચાણને સૌથી વધુ અસર થઈ છે. આવી સ્થિતિમાં એમજી હેક્ટર જેવી એસયુવી વેચાણના સંદર્ભમાં સારો દેખાવ કરી રહી છે, પરંતુ શાનદાર ફીચર્સ ધરાવતી કેટલીક કાર એવી છે કે જેને કોઇ ખરીદદાર મળતા નથી. આવી કારમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇથી લઈને ટોયોટા અને મહિન્દ્રાની કારનો પણ સમાવેશ થાય છે. જાણો એવી શાનદાર કારની માહિતી કે જેને ખરીદદારનો પ્રેમ મળ્યો નથી.


ગ્રાહકોએ સંપૂર્ણપણે અવગણના કરી હોય તેવી કારમાં ટોયોટાની પ્રીયસ સૌથી મોખરે છે. આ વર્ષે ટોયોટા પ્રિયસની માત્ર એક કારનું વેચાણ થયું હતું. ટોયોટાની તે એક હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ કાર છે. ચોંકાવનારી હકીકત એ છે કે વર્ષ 2011 પછી આ કારના માત્ર 20 નંગનું વેચાણ થયું હતું. વર્ષ 2010માં 134 કારનું વેચાણ થયું હતું. પરંતુ આ પછી ખરીદદાર શોધવાનું મુશ્કેલ બન્યું હતું. હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કાર હોવા છતાં વેચાણ ન થવાનું મુખ્ય કાર તેનો ઊંચો ભાવ છે. આ ગાડીની કીંમત 45 લાખ રૂપિયા છે. આનાથી ઓછી કીંમતમાં બજારમાં તેના કરતાં વધુ સારી કાર ઉપલબ્ધ છે.



ગ્રાહકોમાં કોઇ આકર્ષણ ઊભું કરી શકી નથી તેવી કારમાં બીજા ક્રમે પણ ટોયોટાની જ કાર છે. 2020ના નાણાકીય વર્ષમાં ટોયોટા પ્રાડો કારના માત્ર નવ યુનિટનું વેચાણ થયું હતું. ટોયોટા પ્રાડો એસએયુવીની કીંમત આશરે 96 લાખ રૂપિયા છે. આ ઊંચો ભાવ તેના વેચાણને નેગેટિવ અસર કરી રહ્યો છે. આ કારની નિષ્ફળતાને કારણે ટોયોટા ટૂંકસમયમાં તેનું ભારતમાં વેચાણ બંધ કરે તેવી શક્યતા છે.

ખરીદદાર પાસેથી સારો પ્રતિસાદ મળ્યો નથી તેવી કારમાં ત્રીજા ક્રમે Fiat Abarth આવે છે. ચોથા નંબરે મહિન્દ્રા નુવો સ્પોર્ટ છે અને પાંચમાં ક્રમે ફીયાટ પન્ટો કાર છે. Fiat Abarth કારના માત્ર 17 યુનિટનું વેચાણ થયું હતું. મહિન્દ્રા નુવોસ્પોર્ટના માત્ર 19 યુનિટનું વેચાણ થયું હતું. બીજી તરફ ફીયાટ પન્ટોના માત્ર 28 યુનિટનું વેચાણ થયું હતું.



સૌથી ઓછી વેચાયેલ  કારમાં ફોર્ડ મસ્ટાંગનો પણ સમાવેશ થાય છે. આ કાર 47 યુનિટના વેચાણ સાથે સૌથી ઓછું વેચાણ ધરાવતી કારમાં છઠ્ઠા ક્રમે રહી હતી. સાતમાં ક્રમે Volkswagen Passat છે જેના માત્ર 60 યુનિટનું વેચાણ થયું હતું. 81 યુનિટના વેચાણ સાથે આઠમાં સ્થાન પર છે ફિયાટ લિનીયા છે. ટોયોટા લેન્ડક્રૂઝર આવી કારની યાદીમાં નવમાં સ્થાને છે. તેના માત્ર 87 યુનિટનું વેચાણ થયું હતું. સૌથી ઓછો પ્રતિસાદ મળેલી કારમાં દસમાં સ્થાને ટોયોટા વેલફાયર છે, જેના માત્ર 168 યુનિટનું વેચાણ થયું છે. આ તમામ ગ્રાહકો ગ્રાહકોમાં આકર્ષણ ઊભું ન કરી શકી હોવાનું મુખ્ય કારણે તેની કીંમત છે.

Car loan Information:

Calculate Car Loan EMI