Urine Frequency: પેશાબ માટે વારંવાર વોશરૂમમાં જવું પડે છે. જ્યારે તમારા મિત્રો આવું કરતા નથી અને આ જોઈને આપ અસહજ મહેસૂસ કરો તે સ્વાભાવિક છે.
તંદુરસ્ત વ્યક્તિએ દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ? આ સવાલ તે લોકોના મનમાં વારંવાર આવે છે, જેઓ પોતાના સ્વાસ્થ્યને લઈને હંમેશા સાવધ રહે છે. આ સવાલ એટલા માટે પણ ઉભો થાય છે કારણ કે મિત્રોના સમૂહમાં કેટલાક લોકો વારંવાર ટોઇલેટ જતા રહે છે, જ્યારે કેટલાક લોકો બાથરૂમમાં ગયા વગર કલાકો સુધી બેસી રહે છે. આવી સ્થિતિમાં જે વારંવાર બાથરૂમ જાય છે તેમને એવું લાગે છે કે, તેમના સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા તો નથીને. આવો, આજે આ મૂંઝવણમાંથી બહાર આવીએ અને જાણીએ કે કેટલી વાર પેશાબમાં જવું યોગ્ય છે અને તેનાથી સંબંધિત સ્વાસ્થ્ય સંબંધી તથ્યો જાણવા માટેના માપદંડ શું છે.
કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ સતર્ક
- તમારે વારંવાર બાથરૂમ જવું પડે છે અને પેશાબનું પ્રમાણ ઓછું રહે છે. એટલે કે તમને પેશાબનું પ્રેશર ખૂબ વધારે આવે છે પરંતુ પેશાબનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
- જો તમે પહેલા કરતા વધુ વાર પેશાબ કરવા લાગ્યા છો કે પેશાબ પહેલા કરતા ઓછો આવતો હોય અને પેશાબમાં બળતરાની સમસ્યા હોય કે પેશાબનો રંગ બદલાઈ રહ્યો હોય તો તેના પર ધ્યાન આપો.
- જો તમને વારંવાર પેશાબ થતો હોય તો તમે ચા અને કોફીનું વધુ સેવન કરવાનું શરૂ કર્યું છે કે કેમ તેના પર ધ્યાન આપો. અથવા અચાનક તમે વધુ પાણી પીવાનું અને વધુ પ્રવાહી ખોરાક લેવાનું શરૂ કર્યું નથી.
- જ્યારે પેશાબ ઓછો આવે છે, ત્યારે આ બાબત પર ધ્યાન આપો કે શું તમે પાણી અને પ્રવાહી ઓછું લેવાનું શરૂ કર્યું છે. કારણ કે ઓછી માત્રામાં પાણી પીવાથી પેશાબની આવર્તન પણ ઓછી થાય છે, પેશાબનું પ્રમાણ પણ ઘટે છે અને પેશાબના પીળા રંગની સાથે બળતરાની સમસ્યા પણ થાય
કેટલીક વખત યુરીન જવું નોર્મલ છે
અલગ-અલગ રિપોર્ટ્સ અને હેલ્થ ફેક્ટર્સના આધારે હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે એક સ્વસ્થ વ્યક્તિ માટે દિવસમાં 6 થી 7 વાર અથવા 24 કલાકમાં 6થી7 વખત જવું સામાન્ય છે પરંતુ કેટલાક લોકો આના કરતા ઓછો કે વધુ વખત પેશાબ કરે છે, તેથી તે જરૂરી નથી કે તેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય. કારણ કે પેશાબ કરવાની આવર્તન બીજી બે બાબતો પર આધાર રાખે છે.
- પ્રથમ વસ્તુ એ છે કે તમારા મૂત્રાશયનું કદ કેટલું મોટું છે.
- બીજી વાત એ છે કે તમે એક દિવસમાં કેટલું લીટર પાણી પીઓ છો અથવા કેટલો પ્રવાહી ખોરાક લો છો.
- અન્ય પરિબળ જે તમારા પેશાબની આવર્તનને ઘણી હદ સુધી અસર કરે છે તે છે તમારું કેફીનનું સેવન. એટલે કે તમે એક દિવસમાં કેટલી ચા કે કોફી પીઓ છો.
- જો તમે ધૂમ્રપાન કરો છો, તો પણ તમારે ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં વધુ વખત બાથરૂમમાં જવું પડી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.