Drinking Water After Tea: દેશ નહી દુનિયામાં પણ મોટાભાગના લોકોની સવાર ચા સાથે થાય છે. ચા વગર લોકોની આંખ પણ ખુલતી નથી. ઘણા લોકો દિવસમાં 8 થી 10 વખત અથવા તેનાથી વધુ વખત ચા પીવે છે. જો તે ચા ન પીવે તો તેને કામ કરવાનું મન થતું નથી અને દિવસ પણ અધૂરો લાગે છે. જ નહીં દેશમાં પરંતુ દુનિયાભરમાં ચાના પ્રેમીઓ જોવા મળે છે. ડોકટરોનું કહેવું છે કે ચાનું વધુ પડતું સેવન નુકસાનકારક છે. પરંતુ શું તમે જાણો છો કે ચા પછી પાણી પીવું પણ ઘણું ખતરનાક છે. તે શરીરના વિવિધ ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ આ વિશેની સમગ્ર માહિતી


દાંતના ઉપરના સ્તરને થાય છે નુકસાન


દાંત પર એક સ્તર છે. તેને દંતવલ્ક કહેવામાં આવે છે. આ સ્તર દાંતને ઠંડા, ગરમ, ખાટા, મીઠા જેવુ મહેસુસ થવા દેતું નથી. જો આ સ્તરને નુકસાન થવા લાગે છે. તો પછી દાંતમાં ઠંડા અને ગરમનો અહેસાસ થવા લાગે છે. એક ઝણઝણાટી જેવું લાગવા લાગે છે. ડૉક્ટરોનું કહેવું છે કે ચા પછી તરત જ પાણી પીવાથી દંતવલ્કને નુકસાન થાય છે. ધીમે ધીમે તેમાં વધારો થાય છે. જેના લીધે દાંતોની નસોને પણ નુકસાન થાય છે.


અલ્સરની સમસ્યા હોઈ શકે છે


કેટલાક લોકોને ખાટા ઓડકાર આવવા લાગે છે. મતલબ કે એસિડિટીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો એન્ટાસિડનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો ચા પછી તરત જ ઠંડુ પાણી પીવે છે તેમનામાં આ સમસ્યા વધી જાય છે. બાદમાં આ સમસ્યા અલ્સરના રૂપમાં બહાર આવે છે. જેના કારણે ફૂડ પાઇપમાં અનેક જગ્યાએ અલ્સર થઇ જાય છે.


નાકમાંથી રક્તસ્ત્રાવ થઈ શકે છે


ચા પીધાના થોડા સમય પછી પાણી પીવાથી નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા શરુ થઇ જાય છે. ઉનાળાની ઋતુમાં આ સમસ્યા વધુ વધી શકે છે.


ગળામાં દુખાવો, શરદી થઈ શકે છે


ગરમ ચા પછી ઠંડુ પાણી પીવાથી ગળામાં ખરાશ, ઉધરસ અને શરદીની સમસ્યા જોવા મળે છે. તેનાથી શરીરમાં ઠંડીનો પ્રકોપ વધે છે. લોકોએ ગરમ ચા પીધા પછી ઠંડુ પાણી ના પીવું જોઈએ તેવું ડોકટરો પણ માને છે.