બદલાતી સીઝનની સાથે આપણાં શરીરમાં પણ અનેક ફેરફાર જોવા મળતા હોય છે. હવામાન સીધી અસર આપણા આંતરિક સ્વાસ્થ્ય પર પડે છે. ઠંડીની સીઝનમાં લોકોને શર્દી, ઉધરસ, તાવ અને ફ્લૂ જેવી બીમારી થવાની સામાન્ય ફરયિદા રહેતી હોય છે.

ઠંડીની સીઝનમાં બીમારીથી બચવા માટે અને ખુદને સ્વસ્થ્ય રાખા માટે સાવધાની સાથે ડાયેટ પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. ઠંડીમાં તમારી ઇમ્યૂનિટી વધારે તેવા ફૂડનો વધારો ઉપયોગ કરવો જોઈએ. નિષ્ણાંતો અનુસાર, ઇમ્યૂનિટી વધવાથી બીમાર પડવાનું જોખમ ઓછું થઈ જાય છે.

આ સિઝનમાં પોતાના શરીરને થાક અને આળસથી દૂર રાખવા અને આખો દિવસ સ્ફૂર્તિલા રહેવા માટે ડાયેટ ચાર્ટ ફોલો કરવો જોઈએ.

સવારનો નાસ્તો આપણને ઉર્જા આપે છે. નાસ્તામાં બ્રેડ, ઉપમા, સેન્ડવીચ, ઢોંસા અને હેવી ફ્રૂટ કસ્ટર્ડ વગેરે લઈ શકાય. રોજે નાસ્તો કર્યા પછી મલાઈ કાઢેલું એક ગ્લાસ ગરમ દૂધ પીવાનુ ના ભૂલશો. આ બધાની સાથે એક પ્લેટ ફ્રૂટ અલગથી કે વેજિટેબલ સલાડ સાથે તમારો નાસ્તો કમ્પ્લીટ કરો.

શિયાળો એટલે જાતજાતના શાકભાજી અને પાક ખાવાની ઋતુ. ખાવા પીવાની સાથે શિયાળામાં બોડી ફીટ પણ રાખવુ પડે છે. જેનો શીયાળો સારો તેનુ આખુ વર્ષ સારુ. વધુ પ્રમાણમાં લીલા શાકભાજી આહારમાં લેવા જોઈએ. તેની સાથે-સાથે વસાણા વધારે ખાવા જોઈએ જેથી શરીર આખુ વર્ષ તંદુરસ્ત રહે. પરંતુ વસાણામાં ઘીનુ પ્રમાણ ઓછુ રાખવુ જોઈએ.

આ ઋતુમાં શરદી-ઉધરસ થવાનો ભય વધુ રહે છે. એવામાં પોતાની શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આહારમાં કુદરતી એન્ટિઓક્સિડન્ટ ઉમેરવા ખુબ જ જરૂરી છે, જેવાકે આમળા, લીલી હળદર, ડુંગળી, લસણ, ખાટા ફળો જેવા કે લીંબુ, જામફળ, કીવી, વગેરે..

આદુ આમ બારેમાસ સારું ,પણ ઠંડીમાં વધુ સારું માનવામાં આવે છે જેનો ઉપયોગ ચામાં અથવાતો ખોરાક માં કરી શકાય જેથી શરીરને ગરમી મળે, પાચન પણ સારું થાય. શરીરને સ્વસ્થ, નિરોગી ઉર્જાવાન રાખવા મધને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવે છે દરેક ઋતુમાં મધ ગુણકારી છે પણ ઠંડીમાં વધુ લાભ દાયી છે જેનાથી પાચન સારું રહેશે રોગપ્રતિકારક શક્તિ વધશે, મેટાબોલીસમ ઝડપી થતું હોવાથી શરીરની વધારાની ચરબી ઓગળશે.

શાકભાજી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે,સાથે વિટામિન મિનરલ્સ અને ફાઇબર્સ ભરપૂર માત્રામાં હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. જે લોકોને કબજિયાતની તકલીફ હોય તે પોતાના ડાયેટમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ વધુ કરવો,કેમકે તેમાં સોલ્યુબલ અને ઇનસૉલ્યુબલ ફાઇબર્સ વધુ હોય છે

આ દિવસોમાં રસીલા ફળો જેવાકે સંતરા, મોસંબીનું સેવન ઓછું કરવું.તે શરીરને ઠંડક આપે છે,જેથી શરદી થવાની શક્યતા રહેલી છે.આ દરમિયાન સફરજન, કેળા, પપૈયા, આંબળા, સીતાફળ ઉપયોગ કરી શકાય.શિયાળામાં આંબળા, આદુ,લીલી હળદર-અંબામોર, અને શાકભાજીના રસ લઈ શકાય.જેનાથી લોહીનું પ્રમાણ વધે છે અને લોહી શુદ્ધ થાય છે.

શિયાળાની ગુલાબી ઠંડીમાં શરીરને પોષણ ક્ષમ આહાર આપવો જરૂરી છે. તેની સાથે-સાથે યોગા અને કસરત કરવી ખુબ જ જરૂરી છે જેથી શરીર ફીટ રહે. આવો જોઈએ શિયાળામાં બોડી ફીટ રાખવા કયા યોગા કરી શકીએ છીએ.